જાણીતા જ્યોતિષાચાર્ય રાજદીપભાઇ જોષીએ ચોમાસા અંગે નક્ષત્ર અંગે આપી આગાહી: 19 જુલાઇથી બે ઓગસ્ટ સાર્વત્રિક વરસાદની આગાહી
આ વર્ષે વરૂણ નામનો મેઘ છે. આથી પવન સાથે બધે જ સારો વરસાદ થાય ઘણી જગ્યાએ અતિશય વરસાદથી પાકને નુકશાન પણ થઇ શકે છે.
ખાસ કરીને ચોમાસાની શરૂઆત જુન મહિનાના પહેલા અઠવાડીયાથી થાય છે. જ્યારે 21 જુનની આસપાસ આદ્રા નક્ષત્ર બેસે ત્યારે ચોમાસુ જામે છે. તેમ વેદાંત રત્ન રાજદીપભાઇ જોષીએ જણાવ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે નક્ષત્ર પ્રમાણે વરસાદની યાદી પર નજર કરવામાં આવે તો 8 થી 21 જૂન સુધી સુર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હશે. વાહન શિયાળનું વરસાદની શરૂઆત થાય વંટોળ ફૂંકાઇ બફારો રહેશે.
21 જૂનથી 5 જુલાઇ સુધી સુર્ય આદ્રા નક્ષત્રમાં વાહન મોરનું પવન સાથે સારો વરસાદ પડે 5 જુલાઇથી 19 જુલાઇ દરમિયાન સુર્ય પુનર્વસુ નક્ષત્રમાં વાહન હાથીનું વંટોળ અને પવન ફૂંકાઇ મધ્યમ વરસાદ રહે.
19 જુલાઇથી બે ઓગસ્ટ સુધી સુર્ય પુષ્ય નક્ષત્રમાં રહે વાહન દેડકો છે. બધે જ સારો વરસાદ પડે તેવી સંભાવના છે. 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી સુર્ય આશ્ર્લેષા નક્ષત્રમાં રહે વાહન ગધેડાનું નહિંવત વરસાદ રહે (ખાસ કરીને આશ્ર્લેષા નક્ષત્રને ઝેરી નક્ષત્ર કહેવામાં આવે છે. આથી કહેવત પ્રમાણે જો આશ્ર્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો કાંકરી પણનો સુકાઇ અને જો વરસાદનો પડે તો તદ્ન ન પડે)
16 થી 30 ઓગસ્ટ સુર્ય મઘા નક્ષત્રમાં રહેશે. વાહન શિયાળનું છે. ક્યાક સામાન્ય વરસાદ પડે, પવન રહે.
30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી સુર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. વાહન ઉંદરનું છુટો છવાયો વરસાદ પડશે.
27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે. (હાથીયો કહેવાય છે) વાહન મોરનું છુટો છવાયો વરસાદ થાય, ક્યાક વાવાઝોડા સાથે વરસાદ થાય.
10થી 23 ઓક્ટોબર સુર્ય ચિત્રા નક્ષત્રમાં રહેશે. વાહન ભેંસનું સારો એવો વરસાદ થવાની શક્યતા છે. 24 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુર્ય સ્વાતી નક્ષત્રમાં વાહન શિયાળનું ક્યાંય સામાન્ય વરસાદ થાય.
આ વર્ષે વરસાદ સારો થાય. આદ્રા નક્ષત્ર પ્રમાણે મેઘરાજા મોર ઉપર બેસી પધારશે. આશરે 80% થી 90% સારૂં વર્ષ જાય 14 આની વર્ષ રહેવાની શક્યતા છે. તેમ અંતમાં શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું છે.