વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે સાડા ચાર વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવેલ ત્યારબાદ ગાજ વીજ સાથે સતત એક કલાક વરસેલ વરસાદે પોણો ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ટાઢક પ્રસરેલ હતી.
ત્યારે અમુક વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાયેલ હતો.જયારે મેઇન બજારમાં રાત્રે આઠ વાગ્યા સુધી પણ વીજ પુરવઠો પુન સ્થાપીત થયો ન હતો.વાવણી કાર્ય પૂર્ણ થયા પછી પહેલીવાર સારો વરસાદ થતા ખેડુતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.