Abtak Media Google News
  • સવાર છ વાગ્યાથી બપોર બે વાગ્યા સુધીમાં 23 તાલુકામાં મેઘો જામ્યો જ સુરતના પલસાણા નવસારી, ઉમર ગામમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો

રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મુનમૂકીને વરસતા લોકોને કંઈક અંશે ગરમીથી રાહત મળી હતી. ત્યારે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ત્યારે આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે, જયારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચ વરસાદ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોણો ઈંચ વરસાદ થયો છે તો ભરૂચના અંકલેશ્વરમાં પણ પોણો ઈંચ વરસાદ થયો છે. અહીં પણ વરસાદી માહોલ છવાયો હતો. વલસાડ જિલ્લાના પારડીમાં પોણો ઈંચ વરસાદ થયો છે, તો અમરેલી જિલ્લાના ખાંભામાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓ તથા અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ અત્યાર સુધી 71 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતના 33 જિલ્લામાં માત્ર દ્વારકા જિલ્લો એવો છે, જ્યાં 39 મીમીના વરાસદના અંદાજ સામે 85.8 મીમી વરસાદ થયો છે. એટલે કે, અનુમાન કરતા 120 ટકા વધારે છે. પરંતું બાકીના 32 જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યુ નથી. ત્યારે આશા છે કે, આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 25 જુન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે. તેમજ 30 જુન પહેલા ચોમાસું રાજ્યને આવરી લે. 30 જુન સુધી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થશે.

ભારે વરસાદની સ્થિતિને  પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર

ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી  દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં એન.ડી.આર. એફ.ના અધિકારી  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.સિંચાઇ વિભાગના અધિકારી  દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો એલર્ટ પર અને 01 જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું.  વધુમાં, ઈસરોના અધિકારી  દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી  દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.