ગોંડલ પંથકમાં એક ઇંચ વરસાદ: ત્રંબામાં કરા પડયા  સિંચાઇ વિભાગ દ્વારા ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો

ભીમ અગિયારસે મેઘરાજાની પધરામણીને પાવનકારી અને શુકનવંતી માનવામાં આવે છે. લોકવાયકા મુજબ અગાઉ ભીમ અગિયારસે વાવણી પણ થઇ જતી હતી. ખેડૂતો દ્વારા આ દિવસથી વાવણી કાર્યો તો શુભારંભ કરાવામાં આવતો હોય છે. ગઇકાલે ભીમ અગિયારસના દિવસે મેઘરાજાએ શુકન સાચવ્યું હતું. કોટડા સાંગાણી પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે ગોંડલમાં એક ઇંચ પાણી પડયું હતું. રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ગામમા: પણ કરા સાથે વરસાદ પડયો હતો.

કોટડા સાંગાણીમાં બુધવારે અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે  વીજળીના કડાકા ભડાકા સાથે 39 મીમી વરસાદ પડયો હતો. ભારે પવન ફુંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.તેમજ પાણી પુરવઠા ના લોટીયા પાસે ઝાડ તૂટી વીજળી ના વાયરો પર પડ્યા હોય ઘણી જગ્યા એ લાઈટ ગુલ થઇ ગઇ હતી.  ભાડવા રોડ રામાપીર ના મંદિર પાસે વાયર તૂટી પડવાનું જાણવા મળે છે.ગોંડલ રોડ પર 11 કે.વી ના 3 પોલ ધરાશાયી થયા નું જાણવા મળે છે.માધવ ઇન્ડસ્ટ્રીઝ ની  પાસે પવન ના કારણે લોખંડ નું પત્રું તાર માં વિટાય ગયેલ નું જાણવા મળે છે.તેમજ ઇન્ડસ્ટ્રીઝ એરિયા માં લાઇટ ગુલ ની ફરિયાદ મળેલ છે. રાંમોદ

રસ્તે તાર તૂટી જવાથી વીજળી ગુલ ની ફરિયાદ મળી રહી છે.વાછરા થી ખંડાધાર રસ્તે ટી.સી.પડી જવાથી લાઈટ પુરવઠો ખોરવાય ગયેલ છે.ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડયો હતો.

આ ઉપરાંત ગોંડલ પંથકમાં પણ એકાદ ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જીલ્લામાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો. ભારે પવન ફુંકાયો હતો. જેના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા. ત્રંબામાં ગઇકાલે સમી સાંજે અચાનક જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો. બરફના કરા પડયા હતા. આજે સૌરાષ્ટ્રમાં આજે છુટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ગઇકાલે માવઠાનું જોર ઘટયું હતું. અને ગરમીનું જોર વઘ્યું હતું. તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઇ ગયો હતો.

અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.5 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.7 ડિગ્રી, વલ્લભ વિઘાલયનું તાપમાન 41.1 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41 ડિગ્રી, ભુજનું તાપમાન 39 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 39.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડિગ્રી અને કેશોદનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. આજે બફારાનું જોર દેખાશે અકળાવી દેતા બફારાનો અહેસાસ થશે.આજે  1 જુનથી રાજયભરમાં સિંચાઇ વિભાગ દવારા ક્ધટ્રોલ રુમ શરુ કરી દેવામાં આવ્યો છે.

કોટડા સાંગાણી: ડેમ પાસે કામ કરતા શ્રમિક પર વીજળી પડતાં ઘાયલ

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે ઘણા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી થયો છે. તેવી જ રીતે ગઇ કાલે કોટડા સાંગાણીમાં ગોંડલ ડેમ પાસે કામ કરતા ચંદન કુમાર અપ્પુ સ્વામી શાહની નામના 33 વર્ષીય શ્રમિક કામ કરી રહ્યા હતા.

તે દરમિયાન વરસાદી માહોલ છવાયો હતો. ડેમના કિનારા પાસે કામ કરતો હતો ત્યારે તેની બાજુમાં વીજળી પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી શ્રમિકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.