સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ હવે આગામી એક અઠવાડીયું મેઘરાજા વિરામ લેશે જોકે લોકલ ફોર્મેશનના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણ એકંદરે ચોખ્ખુ રહેવા પામ્યું હતુ અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે જગતાત ખેતી કાર્યમાં પરોવાય ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 20 જિલ્લાના 58 તાલુકાઓમાા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આગામી એક સપ્તાહ હવે એકંદરે મેઘવિરામ જોવા જેવો માહોલ રહેશે. રાહત કમિશનર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર યોજવામાં આવ્યો હતો.
રાહત કમિશનર પટેલે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં સુધી રાજયમાં 20 જિલ્લાઓના 48 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં 60 એમ.એમ વરસાદ નોંધાયો છે. રાજયમાં મોસમનો અત્યાર સુધી 90 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી ની સરખામણીએ 11 ટકા જેવો વધુ છે.
આઈ.એમ.ડી.ના અઘિકારીએ જણાવ્યુ છે કે, 19 જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ 5ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ 5ડવાની સંભાવના હાલ નહિવત છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06% વાવેતર થવા પામ્યુ છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,50,627 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.09 % છે. રાજયનાં 206 જળાશયોમાં 2,06,910 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 37.14 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ 5ર કુલ – 04 જળાશય છે. જ્યારે એલર્ટ 5ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ 5ર 07 જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ 5રિસ્થિતિમાં 5હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.