રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવડિયાથી ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો અસહ્ય બાફારાથી પરેશાન થાય ગયા છે, ત્યારે ગઇકાલે સાંજે ઉપલેટામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા તેમજ નદીઓ બેકાંઠે વહી હતી. આજે પણ રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ઉપલેટામાં ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદથી લોકો રસ્તામાં જ ફસાઇ ગયા હતા. તેમજ રસ્તાઓમાં પાણી ભરાઇ જતા અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં કોઇ જગ્યાએ વીજળી પડી નહોતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.