રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવડિયાથી ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો અસહ્ય બાફારાથી પરેશાન થાય ગયા છે, ત્યારે ગઇકાલે સાંજે ઉપલેટામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા તેમજ નદીઓ બેકાંઠે વહી હતી. આજે પણ રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ઉપલેટામાં ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદથી લોકો રસ્તામાં જ ફસાઇ ગયા હતા. તેમજ રસ્તાઓમાં પાણી ભરાઇ જતા અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં કોઇ જગ્યાએ વીજળી પડી નહોતી.
Trending
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે