બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સહિતનાઓની ઉપસ્થિત
પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમના રેખા-ચિત્ર, હસ્તાક્ષર તથા સંસ્મરણોને આલેખતી ૩ બાય ૩ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક અને મનોરમ્ય ‘મેઘાણી-તક્તીની સ્થાપના પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે થઈ છે. બોટાદ-રાણપુર સો ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે. રાણપુર-સ્થિત સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા આવ-જા કરતા. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં. એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે સહુપ્રમ મુલાકાત રાણપુરમાં થઈ હતી. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય ‘છેલ્લો કટોરો’ રચ્યું અને ‘રાષ્ટ્રીય શાયર’નું ગૌરવભર્યું બિરુદ પામ્યા. ઝવેરચંદ મેઘાણીનું નિધન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસને થયેલું. ૧૯૩૩માં તેમણે બંધાવેલું આ ઐતિહાસિક નિવાસસન જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.
બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી અને સંનિષ્ઠ પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન’ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, બોટાદ પાસે આવેલ સરવા ગામનાં મૂળ વતની એવા મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, બોટાદ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા અને ઉપપ્રમુખ હકાભાઈ ખાંભલીયા, નાયબ પોલીસ અધિક્ષક જી.પી. ચૌહાણ, પી.આઈ. જે.એમ. સોલંકી અને એમ.એલ. ઝાલા, પી.એસ.આઈ. એસ.એન. રામાણી, વી.ડી. ધોરડા, જે.આર. રાણા, બી.એફ. દેસાઈ, વી.એમ. કામળિયા, એમ.જે. સાગઠીયા, એમ.એમ. ઝાંબુકીયા, એ. જી. જાડેજા, કચેરી અધિક્ષક ઝેડ.કે. વાઘેલા અને પોલીસ-પરિવાર, અગ્રણીઓ વિનુભાઈ સોની, ભીખુભા વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, અશોકભાઈ લકુમ, હરેશભાઈ ધાધલ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, ગગુભાઈ ગોહિલ અને મનુભાઈ ચાવડા, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા અને પ્રકાશભાઈ સોની, છત્રજીતભાઈ ધાધલ, પંકજભાઈ ધાધલ, ભૂપતભાઈ ધાધલ, શિક્ષણવિદ એચ.કે. દવે, નવલસિંહ ઝાલા, બાબભાઈ ખાચર, યુવા લોકગાયક ઋષભ આહિર, પ્રફુલભાઈ વઢવાણા અને વિજયભાઈ પરીખ, લલિતભાઈ વ્યાસ, આદિત્યસિંહ રાઠોડ અને વિનોદભાઈ મિી, વાલજીભાઈ મિી, જયેશભાઈ ખંધાર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.
ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં ગુજરાત પોલીસ દ્વારા જન્મભૂમિ ચોટીલા (જન્મસ્ળની બાજુમાં આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશન : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન) તથા બાલ્યાવસની લીલાભૂમિ રાજકોટ (૧૨૦ વર્ષ પૂર્વે જે પોલીસ-લાઈનમાં ઝવેરચંદ મેઘાણી રહેતા તેની જગ્યાએ નવનિર્મિત પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન) ખાતે પણ ‘મેઘાણી-તક્તીની સ્થાપના થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.