ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં સવારના 4થી 10 વાગ્યા સુધીમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ ચાલુ સિઝનમાં માત્ર 8થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.