મેઘાલયમાં રવિવારે મોડી રાત્રે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મેઘાલય પૂર્વોત્તર ભારતીય રાજ્ય છે કે જ્યાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાય છે.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર પહેલી જાન્યુઆરી, રવિવારે મોડી રાત્રે ધરતી ધણધણી ઊઠી હતી.
નવા વર્ષની શરૂઆતમાં જ નોંગપોહના પૂર્વ – ઉત્તર પૂર્વમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસ (નેશનલ સેન્ટર ફોર સેઇસ્મોલોજી એક નોડલ એજન્સી છે કે જે દેશમાં ભૂકંપની તીવ્રતાનું ગતિવિધિ ઊપર દેખરેખ રાખે છે તેમણે જણાવ્યુ હતુ કે મેઘાલયમાં 3.2ની તીવ્રતનો ભુકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કીમી નીચે નોંધાયેલ છે. ભૂકંપના આંચકા રાત્રે 11 વાગ્યે અને 28 મિનિટ પર અનુભવાયા હતા. કે જેનું રેખાંશ 26.3 ડિગ્રી અને અક્ષાંશ 92.41 ડિગ્રી માપવામાં આવ્યું હતું. હાલ ભૂકંપથી જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.