માવુમ્લુહ ગુફાઓમાં જામતા ચુના જેવા થરોના આધારે વૈજ્ઞાનિકો વાતાવરણને લઈ તારણ કાઢયું
કુદરતી આપદા અંગે અગમચેતી તેમજ દુષ્કાળ અને પુરની માહિતી માટે વૈજ્ઞાનિકોએ વિશેષ સંશોધન કર્યું છે. મેઘાલયાની માવુમ્લુહ ગુફાઓમાં ૫૦ વર્ષથી જામતા ચુના જેવા થરના આધારે વૈજ્ઞાનિકો હોનારતો જેમ કે પુરની સ્થિતિ, વરસાદ, વાતાવરણ અંગે અગમચેતી આપી શકે છે. મેઘાલય એવો વિસ્તાર છે જયાં સૌથી વધુ વરસાદ પડે છે. સદાબહાર વનોના પ્રદેશ ગણાતા આ વિસ્તારની ગુફાઓએ શિયાળામાં પડતા વરસાદના પ્રમાણમાં કઈ રીતે કલાઈમેન્ટ ચેન્જના રહસ્યો ખોલે છે તે ખુબ જ રોમાંચક છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પુરતા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડુતો ચિંતામાં મુકાયા છે ત્યારે શિયાળા દરમિયાન આ વિસ્તારોમાં પડતી વર્ષા ખેડુતોની મુશ્કેલીઓ દુર કરી શકે છે. દરિયાની રેકોર્ડો અને જમીનની કડીને કારણે હોનારતો અને વાતાવરણ અંગે તારણ કાઢી શકાય છે. દર વર્ષે ભારતમાં ચોમાસાના વરસાદને કારણે આશરે ૧.૫ બિલિયન લોકોને પુરતુ રહે તેટલુ પાણી મળી રહે છે. જે રીતે શિયાળામાં પણ વરસાદ પડી રહ્યો છે તેના આધારે પુર હોનારત અથવા દુષ્કાળની સ્થિતિ સર્જાવાની ભીતિ છે.
માટે વરસાદના પાણી માટે યોગ્ય યોજનાઓ બનાવવાની તાતી જ‚રીયાત છે. માવુમ્લુહ ગુફાઓમાં જામતા ચુના જેવા થરો ભુતકાળના પરીણામો મુજબ વૈશ્ર્વિક ધોરણે વાતાવરણની પ્રક્રિયાને સમજવામાં મદદ‚પ બની શકે છે જેનો સીધો આધાર જો કે, ગુફાઓની હવા અને પાણીના માપદંડો અનુસાર સ્ટેલેગમાઈટ્સ જામતુ હોય છે જેનો મતલબ છે કે, ગુફાઓની ઉપર જે ચુના જેવું થર સતત પાણી અને હવાને કારણે ગુફાઓની અંદર લટકતું જોવા મળતું હોય છે તેના આધારે વૈજ્ઞાનિકો પુર, હોનારત, દૂષ્કાળ અંગેનું તારણ કાઢી રહ્યાં છે.નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં પડતા વરસાદના પ્રમાણ અને મેઘાલયાની ગુફાઓમાં જામતા સ્ટેલેગમાઈટ્સના થરનું કયાંકને કયાંક જમીન અને પેસીફીક ઓશીયન સાથે સંબંધો જોડાયેલા છે. જેના આધારે નિષ્ણાંતો હવામાન તેમજ વૈશ્ર્વિક વાતાવરણની પધ્ધતિ અંગે અભ્યાસ કરી શકયા છે.