હવાઈ, ટ્રેન અને બસ સેવા પર વ્યાપક અસર: હાઈટાઈડની ચેતવણી શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી: સમગ્ર મુંબઈ પાણીમાં ગરકાવ અમિતાભ બચ્ચનનાં ઘરની પાસે ગોઠણસમા પાણી ભરાયા

લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા બીએમસીની અપીલ ભારે વરસાદથી મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેન સેવા બંધ નવા હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા

ફરી એક વખત મહાનગરી મુંબઈને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. મંગળવારે આખીરાત પડેલા ભારે વરસાદનાં કારણે સમગ્ર મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે. હવાઈ સેવા, ટ્રેન સેવા અને બસ સેવા પર વ્યાપક અસર પડી છે. દરિયામાં હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી હોય શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈગરાઓને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ બીએમસી દ્વારા તાકીદ કરવામાં આવી છે. આજે ગણેશ મહોત્સવનાં ત્રીજા દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થતું હોય ભારે વરસાદનાં કારણે મુંબઈવાસીઓને ગણેશ વિસર્જનમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રસિઘ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનનાં ઘર પાસે પણ ગોઠણસમા પાણી ભરાયા છે. લોકોને દરિયા કિનારે ન જવા પણ તાકીદ કરવામાં આવી છે.

megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges
megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges

આ વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા ભારે વરસાદનાં કારણે મુંબઈને રિતસર મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. સોમવારે વરસાદ પડયા બાદ મંગળવારે સમગ્ર મુંબઈમાં ૬ થી ૮ ઈંચ સુધી વરસાદ પડતા મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા ૭ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આગામી શુક્રવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગાંધી માર્કેટ વિસ્તારમાં બે-બે ફુટ સુધી પાણી ભરાય જવાનાં કારણે વાહન વ્યવહાર રીતસર ઠપ્પ થઈ ગયો હતો. થાણે, પૂણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પાલગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બપોરે મુંબઈનાં દરિયામાં હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી હોય લોકોને દરિયાકાંઠે ન જવા પણ તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે આખું શહેર પાણી-પાણી થઈ ગયું હોય. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદમાં બીએમસીએ લોકોની મદદ માટે એક હેલ્પલાઈન નંબર ૧૯૧૬ જાહેર કર્યો છે.

megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges
megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges

આગામી શુક્રવાર સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ આવતી અનેક ટ્રેનો પર અસર પડી છે. બસ સેવા પણ ખોરવાઈ જવા પામી છે. અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મુંબઈની લાઈફ લાઈન ગણાતી એવી લોકલ ટ્રેન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બોરીવલીથી આગળ એક પણ લોકલ ટ્રેન જતી હતી. વસઈથી વિરાર સુધી પશ્ર્ચિમ લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. લોકલ ટ્રેનનાં ટ્રેક પર બે-બે ફુટ જેટલા પાણી ભરાઈ ગયા છે. બપોરે ૩:૦૦ વાગ્યા બાદ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. ૬ ઈંચથી વધુ વરસાદનાં કારણે મુંબઈનાં નિચાણવાળા વિસ્તારો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ફલાઈટ નિર્ધારિત સમય કરતા મોડી પડી રહી છે. શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી અપાઈ છે. ૬ થી ૮ ઈંચ સુધી વરસાદનાં કારણે મુંબઈમાં સુપ્રસિઘ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનનાં બંગલાની બહાર પણ બે-બે ફુટ જેટલા પાણી ભરાઈ ગયા છે. મેઘરાજાએ ધમરોળી નાખતા સતત ધમધમતા એવા મુંબઈની સ્થિતિ હાલ દયનીય બની ગઈ છે. લોકોએ નાછુટકે ઘરમાં પુરાયને બેસી રહેવું પડે છે. બીએમસી દ્વારા પણ વ્યવસ્થા જળવાય રહે તે માટે લોકોને આજે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તાકીદ કરવામાં આવી છે.  મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશ મહોત્સવનું મહત્વ વધુ હોય છે. મહોત્સવનાં ત્રીજા દિવસે આજે કેટલાય લોકો ગણેશજીની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરતા હોય છે તેઓને આજે ભારે વરસાદનાં કારણે ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં સતત ચોથી વાર મેઘરાજાએ મુંબઈને ધમરોળી નાખ્યું છે હવે વ‚ણદેવને ખમૈયા કરવા માટે રિતસર મુંબઈવાસીઓ વિનવી રહ્યા છે. ભારે વરસાદનાં કારણે હવાઈ, ટ્રેન અને બસ સેવા ખોરવાઈ ગઈ છે.

megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges
megha-raja-blazing-mumbai-orange-alert-holiday-declared-in-schools-and-colleges

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.