છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘ મહેર: આઠ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો: સૌથી વધુ રાજકોટના લોધિકામાં સાડા પાંચ ઇંચ વરસાદ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં સાડા ચાર ઇંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 162 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધિકામાં આઠ ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં ચાર ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં ચાર ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ, રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ, માતરમાં અઢી ઇંચ તેમજ જૂનાગઢના વંથલી, માણાવદર અને માળીયા હાટીનામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો હતો. લાઠીમાં સાડા ત્રણ ઇંચ, બગસરામાં અઢી ઇંચ, કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, રાજકોટના જામ કંડોરણામાં બે ઇંચ, આણંદના ધારાપુરમાં પોણા બે ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. રાજકોટ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લોધિકામાં પાંચ ઇંચ, ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થતા ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત જામ જોધપુરના બુટાવદરમાં વિજળી પડતા એકનું મોત થયું હતું.

રાજ્યમાં મેઘ મહેરની વચ્ચે જામનગર જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળો પર વિજળી પડતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યમાં થોડા દિવસમાં મેઘ વિરામ બાદ ફરી મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી-પાણી થઇ ગયું છે. આજેપણ રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.