• છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં મેઘમહેર: જામનગર-મોરબી અને અમરેલીમાં અડધાથી લઇ એક ઈંચ સુધી વરસાદ: સૌથી વધુ સાબરકાંઠામાં પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ જયારે તલોદમાં બે ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્ધારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં દોઢ ઈંચ, ભૂજ, નખત્રાણામાં એક એક ઈંચ, વલસાડના વાપીમાં પોણો ઈંચ, વલસાડના કપરાડામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણો ઈંચ, મોરબીના ટંકારામાં અડધો ઈંચ, ડાંગના વઘઈમાં અડધો ઈંચ, જૂનાગઢ શહેર,તાલુકામાં અડધો ઈંચ, ધ્રોલ, કાલાવડમાં અડધો ઈંચ, માલપુર, પડધરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો. તે સિવાય રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 23.40 ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા , કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.87 ટકા વરસાદ, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ, મ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો સુરત, નવસારી અને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદ લાવે તેવું સાયક્લોનિક સરક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ ઊભી થઇ છે. તેથી બે દિવસ દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે. દરિયામાં ભારે મોજા ઉછળવાની વકી છે જેના કારણે માછીમારો માટે પાંચ દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે અને એક ટ્રફ પણ છે, જેના કારણે અતિભારે વરસાદની આગાહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.