સૌરાષ્ટ્રમાં એંકદરે મેઘ વિરામ જેવો માહોલ: સવારથી 43 તાલુકાઓમાં વરસાદ
એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી મેઘ રાજાએ જમાવટ કરી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના રપ0 પૈકી ર01 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં સિઝનનો 68 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે આજથી વરસાદનું જોર ઘટશે સૌરાષ્ટ્રમાં સોમવારે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. દરમિયાન આજે સવારથી 43 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને હેત વરસાવી રહ્યા છે. હાલ બબ્બે સિસ્ટમનો સક્રિય હોવાના કારણે ફરી મેઘરાજાએ કૃપા વરસાવવાનું શરુ કર્યુ છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર01 તાલુકામાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં ચાર ઇંચ વરસી ગયો છે ધનસુરામાં પણ 3ાા ઇંચ, દેહગામ બાયડ, પોલાદ, દાંતા, માણસા, ઇડર, તાલોદ માં ત્રણ ઇંચ, આણંદ, કડી, કલોલ, સાંતલસણામાં અઢી ઇંચ, અંકેલેશ્ર્વર મહેસાણા, માળપુર, હનસોટ, હાલોલ, જાંબુધોડા, કડાણામાં બે ઇંચ જેવો વરસાદ પડયો હતો ખાનપુર, ધાનેરા, અમદાવાદ, થરાદ, કપડવંજ, લખાણી, ડિસા, વડગામ, પ્રાંતીજ, વડાળી, નડીયાદ, વીજાપુર, જોટાના, મેધરજમા દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજયના 43 જીલ્લાઓમાં સવારથી હળવા ઝાપટાથી લઇ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.રાજયમાં અત્યાર સુધી સિઝનનો 67.84 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 117.05 ટકા, ઉતર ગુજરાતમાં 51.86 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 58.83 ટકા, સૌરાષ્ઠ્રમાં 60.94 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81.20 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
- નર્મદા ડેમની જળ સપાટીમાં તોતીંગ વધારો
- એક જ દિવસમાં સપાટી 2.75 મીટર વધી: બે પાવર સ્ટેશન પર વીજ ઉત્5ાદન શરૂ
ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં એક જ દિવસમાં 2.75 મીટરનો વધારો થવા પામ્યો છે. 138.68મીટરે છલકાતા નર્મદા ડેમની સપાટી હાલ 128.58 મીટરે પહોચી જવા પામી છે. હાલ પ્રતિ સેક્ધડ 2.93 લાખ કયુએક પાણીની આવક થઇ રહી છે.
મઘ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાજ નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ડેમની સપાટીમાં 2.75 મીટરની આવક થવા પામી હતી. હાલ 2.93 લાખ કયુએક પાણીની ધીંગી આવક થઇ રહી છે. ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહયો હોય બે વિજ યુનીટ શરુ કરી દેવામાં આવ્યા છે. 138.68 મીટરે ઓવર ફલો થતા સરદાર સરોવર ડેમની સપાટી હાલ 128.68 મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાં પાણીની આવક જોતા એવું લાગી રહ્યું છે આજે 130 મીટરની સપાટી વટાવી જશે.