છેલ્લા 24 કલાકમાં રાજયના 200 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અનરાધાર 9 ઇંચ સુધી વરસાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવણી લાયક વરસાદથી ખેડુતોમાં ભારે ખુશાલી: સવારથી પ0 તાલુકાઓમાં વરસી રહ્યા છે મેઘરાજા: ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર
બિપર જોય વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નૈઋત્વના ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વ જ વાવણી લાયક વરસાદ વરસી જતાં જગતાતના ચહેરા ખુલ્લી ઉઠયા છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર00 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ નવ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સવારથી પ0 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 પૈકી મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસા વરસી ગયો છે. જગતાત હોંશભેર ખેતી કામમાં પરોવાય ગયો છે. ચોમાસાના આગમન પૂર્વ જ રાજયમાં સિઝનનો 8.48 ટકા વરસાદ વરસી ગયો છે. રાજયના માત્ર 3 તાલુકાઓ એવા છે જયાં હજી સુધી પાણીનું એક ટીપુ પણ આકાશમાંથી વરસ્યું નથી.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર00 તાલુકામાં વરસાદ પડયાનું નોંધાયું છે. સવારથી પ0 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં વાવાઝોડુ ત્રાટકયા બાદ કાલે આખો દિવસ વરસાદ વરસ્યો હતો. અબડાસામાં 3 ઇંચ, અંજારમાં 9 ઇંચ, ભચાઉમાં 8ાા ઇંચ, ભુજમાં આઠ ઇંચ, ગાંધીધામમાં 6 ઇંચ, લખપતમાં ચાર ઇંચ, માંડવીમાં નવ ઇંચ, મુંદ્રામાં સાડા આઠ ઇંચ, નવખાત્રામાં સાત ઇંચ અને રાપરમાં સાડા સાત ઇંચ વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રમાં પણ ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાને બાદ કરતા ગઇકાલે અન્ય સાત જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 3 ઇંચ, ચુડામાં ચાર ઇંચ, દસાડામાં 1 ઇંચ, ધ્રાંગધ્રામાં એક ઇંચ, લખતરમાં ર ઇંચ, લીંબડીમાં સવા ઇંચ, મુળીમાં 1ાાા ઇંચ, સાયલામાં દોઢ ઇંચ, થાનગઢમાં દોઢ ઇંચ અને વઢવાણમાં બે ઇંચ ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં પણ સમયસર વરસાદ વરસ્યો હતો રાજકોટ શહેરમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે ધોરાજી તાલુકામાં દોઢ ઇંચ, ગોંડલમાંં દોઢ ઇંચ, જામકંડોરણામાં અઢી ઇંચ, જેતપુરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં અઢી ઇંચ, લોધીકામાં ચાર ઇંચ, પડધરીમાં બે ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જયારે જસદણ અને વીછીંયામાં અર્ધા ઇંચ વરસાદ પડયો હતો.
મોરબી તાલુકાના હળવદમાં ત્રણ ઇંચ, માળીયા મીયાણામાં ત્રણ ઇંચ, મોરબી શહેરમાં સાડાત્રણ ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ અને વાંકાનરમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો. જામનગર જીલ્લામાં જામનગર શહેરમાં સાડા છ ઇંચ, કાલાવડમાં ચાર ઇંચ, જોડીયામાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં ત્રણ ઇંચ, લાલપુરમાં અઢી ઇંચ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં સાડા પાંચ ઇંચ, દ્વારકામાં સાડા ચાર ઇંચ, કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને ભાણવડમાં એક ઇંચ વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં અર્ધોથી લઇ એક ઇંચ વરસાદ પડયો હતો. જુનાગઢ જીલ્લામાં ભેંસાણ, મેંદરડા, વિસાવદરમાં એક ઇંચ, માણાવદર, જુનાગઢ, કેશોદમાં અર્ધા ઇંચ વરસાદ પડયો હતો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અન બોટાદ જીલ્લામાં માત્ર હળવા ઝાપટા પડયા હતા. સૌરાષ્ટ્રમાં સિઝનનો 15.89 ટકા વરસાદ પડી ગયો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 200 તાલુકાઓમાં વરસાદ પડયા બાદ સવારથી પ0 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ નવ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
બનાસકાંઠામાં રેડ એલર્ટ: કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ
મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું
બિપર જોય વાવાઝોડુ હવે ડિપ્રેશનમાં પરિવર્તીત થઇ ગયું છે જેના કારણે રાજયભરમાં આજથી વરસાદનું જોર ઘટશે આજે બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ચાર દિવસ સુધી વાદળ છોયુ વાતાવરણ રહેશે અને છુટા છવાયા વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજથી રાજયમાં વરસાદનું જોર ઘટશે આજે રાજયના 9 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં પલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી ચાર દિવસ વાદળછોયુ વાતાવરણ રહેશે. છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડતો રહેશે. વાવણી લાયક વરસાદ વરસી જતા જગતાત ખેતી કામમાં પરોવાય ગયાં છે.