Abtak Media Google News
  • ઘેડ જળબંબાકાર :માણાવદરમાં બે દિવસમાં 12 ઇંચ વંથલી ખંભાળિયા કલ્યાણપુરમાં 10 ઇંચઅબતક, રાજકોટ

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જુનાગઢ, ગીરસોમનાથ દેવભૂમિ દ્વારકામાં વરસેલા સાંબેલાધાર  વરસાદના કારણે ગ્રામ્ય પંથકમાં જળ બંબાકાળની સ્થિતિ જોવા મળી હતી. અમરેલી જિલ્લાના રાજુલાના દિવસભર વરસાદ વરસ્યા બાદ રાત્રિના સમયે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હતો. પોરબંદર જીલ્લામાં મેધરાજા મન મૂકીને વરસ્યા હતા માધવપુર ધેડ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી વહેતા થયા વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા.ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉના  ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથક મા રવિવારે સાંજથી ધીમીધારે અને ઝાપટ સ્વરૂપે વરસાદ વરસી રહ્યો હતો આજે સવાર થી ધોધમાર અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો સાંજે 6 વાગ્યા સુધીમા 48મી.મી. એટલે 2 ઇંચ વરસાદ નોંધાયો છે મોસમનો કુલ વરસાદ 107 મી મી. ચાર ઇંચ થયો છે. વરસાદ વરસી જતા વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઇ છે. અને ગ્રામ્ય પંથકમા બે થી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતો ખેતરમાં વાવણી કાર્ય શરૂ કરી દીધું છે. અગાઉ માંડવી અનેકપાસ નું આગોતરું વાવેતર કરવામાં આવેલ તેને ખુબ લાભ થયો છે.

સમીર વિરાણી, બગસરા

બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અશોક થાનકી, પોરબંદર

પોરબંદર શહેરમાં ઘણા દિવસોથી અસહ્રા ઉકળાટ જોવા મળી રહ્રાો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી પોરબંદર શહેરમાં પણ સતત વરસાદ વરસી રહ્રાો છે. લગભગ 3 ઈંચ જેટલો વરસાદ પડી જતા શહેરીજનોએ રાહત અનુભવી છે, તો દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્રાો છે અને લોકો ચોપાટી પર ફરી વરસાદનો આનંદ માણી રહ્રાા છે.બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્રાો છે. આ વિસ્તારમાં લગભગ બે થી પાંચ ઈંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

આજે વહેલી સવારથી જ બરડા પંથકમાં મેઘ મહેર જોવા મળી છે. આ પંથકના લગભગ રપ થી 30 જેટલા ગામોમાં અગાઉ ભીમ અગીયારસના દિવસે પણ વરસાદ થઈ જતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ બે થી ત્રણ જેટલો વરસાદ પડી જતા આ પાકને ફાયદો થશે. જો કે મિયાણી, વડાળા, ટુકડા, ભાવપરા અને વિસાવાડા સહિતના દરિયાકાંઠાના ગામોમાં બે દિવસ પહેલા સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીકાર્ય કર્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ વાવણી કર્યાના બીજા દિવસે જ ધોધમાર વરસાદ વરસી જતા તાજેતરમાં કરેલ વાવણીવાળા પાકમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. કુતિયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં લગભગ 8 થી 9 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે પોરબંદર-જૂનાગઢ હાઈવે પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો.  તો બીજી તરફ કુતિયાણા પંથકમાં ભારે વરસાદને લઈને બાંટવા નળકનો ખારો ડેમ પણ ઓવરફલો થયો છે. જેને લઈને જુણેજ, ધરસન, મહીયારી, રેવદ્રા અને કાંસાબડ સહિતના આઠ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈને ખેતરો પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

કુતિયાણા શહેરમાં પણ મુશળધાર વરસાદ પડી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેમાં હરિ ઓમ સોસાયટી, બસ સ્ટેન્ડ, જગાત નાકા અને ચુનારીવાસ  સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.: પોરબંદર સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્રાો છે ત્યારે રાણાવાવમાં પણ ર4 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ વિસ્તારમાં હજૂ પણ મેઘરાજાની મહેર યથાવત જોવા મળે છે, તો સિઝનનો અત્યારસુધીનો લગભગ 10 ઈંચ જેટલો વરસાદ રાણાવાવમાં પડી ગયો છે.

અતુલ કોટેચા, વેરાવળ

વેરાવલ માં કાલેે વહેલી સવારથી ભારે પવન સાથે આખોદીવસ ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે રસ્તા ઉપર પાણી થયા હતા ભારે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.વેરાવલ પાટણ માં125/મીમી વરસાદ નોંધાયો હતો લોકો ને ગરમીની રાહત અનુભવેલી હતી

 નિતિન પરમાર, માંગરોળ

માંગરોળ કામનાથ મહાદેવના સાનિધ્ય માં નોળી નદી માં બે કાંઠે પુર વહેતું થયું…..ઉપર વાસના વરસાદના કારણે નોળી નદિ મા રાત્રિના 8:30 કલાકે લંબોરા ડેમ ઓવરફ્લો થઈ કામનાથ મહાદેવના મંદિર પાસે રાત્રિના પુર આવી જતા આ માંગરોળની જીવાદોરી સમાન નદી બે કાંઠે વહેતી થઈ તમામ જળાશયો માં નવા નીર  આવ્યા છે.માંગરોળ પીવાના પાણી સમસ્યા હલ ઈ છે. વહેલી સવારથી જ આ પૂરનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા

દ્વા2કા શહે2માં પણ ગત2ાત્રિથી  સાંજ સુધીમાં વધુ દસ ઇંચ વ2સાદ સાથે મૌસમનો કુલ સાડા 14 ઇચ જેટલો વ2સાદ નોંધાયો છે. હવામાન વિભાગે સૌ2ાષ્ટ્ર પ2 સક્રિય બે અલગ અલગ સીસ્ટમને કા2ણે આજ2ોજ દેવભૂમિ દ્વા2કા સહિત સૌ2ાષ્ટ્ર કચ્છના મોટાભાગના કાંઠાળા જિલ્લાઓમાં 2ેડ એલર્ટ આપ્યુ હોય તમામ જિલાઓમાં ભા2ે વ2સાદ વ2સી 2હયો છે.

દ્વા2કા શહે2માં છુટાછવાયા અમૂક વિસ્તા2ોમાં બત્તી ગુલ થવાના કા2ણે સ્થાનીકો પ2ેશાન 2હયા હતા. જોકે તંત્ર 2ાઉન્ડ ધ કલોક એકશનમાં હોય વ2સતા વ2સાદે પણ કામગી2ી ચાલુ 2ાખી ફોલ્ટ સોલ્યુશનની કામગી2ી સતત ચાલુ 2ાખી છે. તો નગ2પાલીકા દ્વા2ા પણ પાણી નિકાલની કામગી2ી ક2ાતા મોટા ભાગના 2ોડ 2સ્તાઓ પ2 પાણીનો નિકાલ ક2ાઇ 2હયો છે. જો કે નિચાણવાળા અમૂક વિસ્તા2ોમાં પાણી ભ2ાવાના પ્રશ્ર્નો છે જે અંગે તંત્ર દ્વા2ા કામગી2ી હાથ ધ2વામાં આવી 2હી છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચારેય તાલુકાઓમાં મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ચારેય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ધરતી પુત્રોએ વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ધોરાજી પંથકમાં પણ ગઇકાલે રાત્રે થી સવાર સુધીમાં ભારે વરસાદ આવતા અને ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ ખાતે ચાર ઇંચ જેવો વરસાદ આવતા ફુલસર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને ભારે વરસાદ ને કારણે નાની પરબડી થી જુનાગઢ ચોકી જવાના રસ્તા વચ્ચે આવેલો ફુલજર નદી નો કોજવે પુલ પાણીમાં ગરકાવ થઈ જતા 18 ગામનો વ્યવહાર અવરજવર માટે તૂટી ગયો હતો અને આ સમયે વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા હોય ! તેમને મોટી મુશ્કેલી પડી હતી તેમજ ! સવારે ગેસના સિલિન્ડર બાટલા લઈને   નાની પરબડી તરફ આવતો હતો ત્યારે પાણીમાં ગર્ભાવ અચાનક થઈ જતા નાની પરબડીના ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી બોલેરો અને તેમના ડ્રાઈવરને બચાવી લીધો હતો આ સમયે નાની પરબડીના ગ્રામજનોએ પોતાની વ્યથા ફેલાવતા જણાવેલ કે દર વર્ષે ફુલઝર નદીમાં પુર આવે ત્યારે નાની પરબડી થી ચોકી વડાલ જુનાગઢ તરફ જતા 18 ગામનો વ્યવહાર ખોરવાઈ જાય છે છેલ્લા ઘણા વર્ષોથી અમારી માગણી છે કે આ બેઠો પુલ છે તેના કારણે આ સમસ્યા સર્જાય છે અમારા આ ગામને ફુલઝર નદી ઉપર કાયદેસરનો મોટો પુલ અને ઊંચો પુલ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે જેના કારણે આ વિસ્તારના 18 ગામડાઓને તેમજ શહેરીજનોને પણ મોટો ફાયદો થાય અને કાયમી સમસ્યા છે તે હલ થઈ જાય

દ્વારકા જીલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. ભાણવડ સિવાય ના ત્રણ તાલુકા ખંભાળીયા તથા કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ પડતા અનેક સ્થળે ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા હતા તો અનેક નદીઓમાં ભારે પુર સાથે ઝરણા પણ વહેતા થઇ ગયા હતા તો તમામ તળાવો ચેકડેમો ચિકકાર થઇ ગયા હતા.કલ્યાણપુર તાલુકાના વીરપુર, મેવાસા, આસોટા તથા ખંભાળીયાના ઝાકલીયા, નાના આસોટા સહિતના ગામોમાં ગઇકાલે ચાર થી પાંચ ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયાની સ્થિતિ થઇ ગઇ હતી તો કલ્યાણપુર તથા પટેલકા ગામોમાં પણ ભારે વરસાદથી અનેક તળાવો તથા ચેક ડેમો ગામોમાં પણ ભારે વરસાદથી અનેક તળાવો તથા ચેકડેમો છલકાઇ ગયા હતા. ભાટીયા ભોગાત વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતા ભાટીયાની બજારમાં પાણી ભરાયા હતા તો ભાટીયા ભોગાતના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા.

કલ્યાણપુર તાલુકાના સિઘ્ધપુરથી ગઢકા રોડ આઠ વર્ષથી બિસ્તાર હાલતમાં હોય ગઇકાલે ભારે વરસાદથી આ રસ્તા પર ત્રણ ત્રણ ફુટ પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો વરસાદમાં અટવાયા હતા. તો વાહનો બંધ પણ થઇ ગયા હતા.

રાજુલામાં જુની પ્રાથમિક શપૂરથી સંપર્ક વિહોણા બનેલા લાઠ તથા ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યું વહીવટી તંત્ર

રાજુલા તાલુકાના  ખાંખબાઇ ગામે જુની બંધ પડેલી પ્રાથમિક શાળા વરસાદને પગલે ધરાશાય થઇ….રાજુલા તાલુકાના ખાંખબાઇ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ જુની બંધ પડેલી પ્રાથમિક શાળા ધરાશાય થઇ હતી. આ જુની પ્રાથમિક શાળા જર્જરીત હોવાને કારણે બંધ હાલતમા હતી. ત્યારે અવિરત વરસાદને પગલે શાળા ધરાશાય થઇ હતી. આ શાળા ધરાશાય થતાં એક આંખલો ફસાયો હતો. આ ધટના પગલે ગ્રામજનો દોડી ગયા હતાં. અને ક્રેન મારફતે ફસાયેલ આંખલાને બહાર કઢાયો હતો. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી…..

પૂરથી સંપર્ક વિહોણા બનેલા લાઠ તથા ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યું વહીવટી તંત્ર

ઉ5લેટા તાલુકા તથા આજુબાજુ વિસ્તારોમાં  રાતે ધોધમાર વરસાદ વરસતાં તાલુકાના લાઠ તથા ભીમોરા ગામે જવાના રસ્તા પર બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આથી આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. જેના પગલે કોલેજના પરીક્ષાર્થીઓ ભીમોરામાં ફસાતાં, તાલુકા વહીવટી તંત્રએ તેમને સલામત રીતે ભારે વાહનમાં પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. આમ આપદા પ્રબંધન સાથે વહીવટી સજાગતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ જિલ્લા વહીવટી તંત્રે પૂરું પાડ્યું હતું.

ગત રાતે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ તથા ભીમોરા ગામનો સંપર્ક-વાહન વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો. આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી. જેમાં લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી. આ માહિતી ઉપલેટા મામલતદાર  એમ.ટી.ધનવાણીને મળતાં જ તેમણે જિલ્લા કલેક્ટર  પ્રભવ જોશી તથા ધોરાજી પ્રાંત અધિકારીજે.એન. લિખિયાનો સંપર્ક કરી ઉ5રોકત વિગતોથી અવગત કર્યા હતા. ત્યારબાદ આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈને વિદ્યાર્થીઓ 5રીક્ષાથી વંચિત ન રહે તથા તેમનું ભવિષ્ય બગડે નહીં તેવા હેતુથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ, ધોરાજી પ્રાંત અધિકારીએ ધોરાજી ખાતે સ્ટેન્ડ બાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ને તાત્કાલિક ઉ5લેટા તાલુકાના લાઠ-ભીમોરા ગામે રવાના કરાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.