૧૨૧ તેજસ્વી છાત્રોને સન્માનિત કરાશે: ૨૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે: મેઘવાળ સમાજના આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મેઘવાળ સમાજ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સોમવારે જાજરમાન સમુહલગ્નોત્સવ યોજાનાર છે સાથે સાથે ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવશે. સોમવારે રેસકોર્સ મેદાન ખાતે શુભ લગ્ન યોજાનાર છે. ૧૨માં સમુહલગ્નોત્સવમાં ૨૦ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
તેમજ પૂ.સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ આર્શીવચન પાઠવવા હાજરી આપશે. મહંત ગુલાબદાસબાપુ, અમરશીબાપુ, મહંત માધવ સાહેબ, હિરાભાઈ સરવૈયા, સંત મુળજીબાપા, દિવ્યપ્રકાશબાપુ, રામદાસબાપુ દેવમુરારી, મહંત મંગળદાસ તેમજ આગેવાનો ચણાજીભાઈ પરમાર, મનુભાઈ મકવાણા, રમેશભાઈ ચાવડા, પુંજાભાઈ વાળા, ધનજીભાઈ ખીમસુરીયા, પરસોતમભાઈ પરમાર, અમરીશભાઈ બેડવા, કે.કે.ચુડાસમા, ગોવિંદભાઈ રાઠોડ, મગનભાઈ ચંદ્રપાલ વગેરે હાજરી આપશે. સમુહલગ્નોત્સવને સફળ બનાવવા જ્ઞાતિઅગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.