• જિલ્લામાં આશરે  એક લાખથી વધુ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી
  • ‘હર ઘર દસ્તક’ યોજના હેઠળ જિલ્લાના આરોગ્ય કર્મીઓ ઘેર જઈ લોકોને કરે છે રસી લેવા જાગૃત

હાલ સમગ્ર ભારતમાં કોરોના નો કહેર નહીવત થઇ ગયો છે ત્યારે અનેક લોકોએ પોતાને સુરક્ષિત રાખવા માટે રસીના બંને ડોઝ લીધા છે. આ તકે સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે લોકો તરફથી ના રોજ લેવાથી વંચિત રહ્યા હોય તેઓ ઝડપે રસી લઇ પોતાને સુરક્ષિત બનાવે. આ કામગીરીમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક સ્થાનિક પ્રશાસનને અવગત કરાવી મેગા વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવા માટે તાકીદ પણ કરી છે.

એટલુંજ નહિ કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર દસ્તક યોજનાની અમલવારી શરૂ કરી છે જેમાં વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ લોકોને રસી લેવા માટે જાગૃત પણ કરતા હોય છે. ત્યારે 22મી મે રવિવારના રોજ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા મેગા ડ્રાઇવ નું આયોજન કર્યું છે આ આયોજન પૂર્વે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી નિલેશ શાહે જણાવ્યું હતું કે, હજુ પણ રાજકોટ જિલ્લામાં આશરે 1 લાખથી વધુ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી અને તેમનું માનવું છે કે હવે કોરોનાનો કહેર નહિવત્ હોવાથી રસી લેવાની સહેજ પણ જરૂરિયાત રહેતી નથી પરંતુ ખરા અર્થમાં પોતાને સુરક્ષિત રાખવા માટે લોકોએ રસીના બન્ને ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ શાહે જણાવ્યું હતું કે હાલ લોકો શિક્ષિત ન હોવાના કારણે તેઓને તેમની સ્વાસ્થ્ય પ્રત્યેની જે ગંભીરતા હોવી જોઇએ તે નથી. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે શરૂ કરવામાં આવી છે તેનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચતો રહે અને લોકોને સાનુકૂળતા રહે તે માટે પણ વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં તલાટી મંત્રી દ્વારા જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય અને તેમની પાસે તેમનો આવકનો દાખલો ન હોય તો તેઓને ત્વરિત કાઢી આપવામાં આવશે. જો સાથ તેઓએ ઉમેર્યું હતું કે અત્યારે આશરે સાત લાખ જેટલા લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં રસ દાખવી યોજનાનો લાભ લેવા માટે આગળ આવ્યા છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો મુખ્ય લક્ષ્ય એ જ છે કે રાજકોટ જિલ્લામાં આવતા તમામ તાલુકાના દરેક ગામડાઓમાં લોકો આ યોજનાનો લાભ લઈએ અને આરોગ્ય સુખમય બનાવે. બીજી તરફ લોકોમાં વધુ ને વધુ સરકારની યોજનાઓ ને લઈશ જાગૃતતા આવે તે માટે નીચલા વર્ગ સુધી લઇ ઉચ્ચ વર્ગના અધિકારીઓ પણ રજાના સમયે લોકોને જાગૃત બનાવવા માટે કામગીરી કરી રહ્યા છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની ઘણી એવી આરોગ્યલક્ષી યોજનાઓ ચાલુ છે જેની યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે અને તેનું યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો લોકોને ઘણાખરા લાભ મળી શકે છે. જેના માટે યોગ્ય જાગૃતતા લાવી ખૂબ જરૂર છે બીજી તરફ લોકો ની અને આવડત અને લોકો શિક્ષિત ન હોવાના કારણે તેઓને ઘણી ખરી યોજનાનો લાભ પણ મળી શકતો નથી જેના ઉપર હાલ સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.