ઇન્કમટેક્સ વિભાગ અને જીએસટી દ્વારા છેલ્લા બે સપ્તાહથી સર ચોપરેશન વિવિધ ઉદ્યોગો ઉપર કરી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારથી ગુજરાત મહારાષ્ટ્ર સહિત 40 થી વધુ સ્થળો પર પોલીકેબ ઇન્ડિયા ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી.
ગુજરાત, મુંબઈ સહિત 40 થી વધુ સ્થળો પર વહેલી સવારથી ટીમ ત્રાટકી
પ્રથમ ચરણમાં મળેલા તમામ ડિજિટલ ડેટા સીઝ કરાયા
તાજેતરમાં આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં પ્રારંભિક માહિતી અનુસાર, કંપની ઓફિસ અને ડાયરેક્ટરોના ઘર પર દરોડા પડ્યા છે.આ અંગેની માહિતી અનુસાર, આજે સવારે વાયર અને કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપનીના પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી છે. જેમાં ગુજરાત મુંબઈ સહિત અનેક રાજ્યોમાં 40 થી 50 જગ્યા ઉપર દરોડા પડ્યા છે.
પોલીકેબ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્વેક્ષણમાં લેવામાં આવી છે. તેમજ દમણમાં પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું હોવાની વિગતો સામે આવી છે. તેમજ કંપનીના ડાયરેક્ટરોના ઘરે તેમજ ઓફિસો પર દરોડા પડ્યા છે. એટલું જ નહીં ગુજરાતના એક ઉચ્ચ અધિકારીનું પણ કંપની સાથે કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ છે. કંપનીના દેશભરમાં 23 જગ્યા પર પ્રોડોક્શન અને ઉત્પાદનની સુવિધાઓ ધરાવે છે, જ્યારે 15 થી વધુ ઓફિસો અને 25 થી વધુ વેરહાઉસ આવેલા છે. જેમાંથી પણ કેટલાંક સ્થાનો પર ઈન્કમટેક્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીકેબ કંપનીના માલિક તેમના ભાગીદારો સહિત તેમની સાથે જોડાયેલા લોકોના નિવાસ્થાનો અને તેમની ઓફિસ ઉપર આવકવેરા વિભાગની ટીમ દ્વારા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે ત્યારે આ સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.