પીછે પડ ગયા ઇનકમટેક્ષમ!!!

  • કચ્છ ખાવડા ગ્રુપ સહિત 30થી વધુ સ્થળો પર એક સાથે 200 થી વધુ અધિકારીઓ ત્રાટકયા
  • રિઅલ એસ્ટેટ, ફાઇનાન્સ બ્રોકરો, વ્યાપારીઓ ઉપર તવાઈ, મોટા પ્રમાણમાં કર ચોરી પકડાવાની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. છતાં રાજ્યમાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ, ભુજ અને ગાંધીધામ ખાતે રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ બ્રોકર અને વ્યાપારીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસર ઓપરેશન હાથ ધરાવતા એ વાત સ્પષ્ટ છે કે આ રેડ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પકડાશે અને સામે જોવાનું એ પણ રહ્યું કે મુખ્યત્વે કોઈપણ પ્રકારની વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી ન હોય ત્યારે આવકવેરા વિભાગ દ્વારા સરચ ઓપરેશન થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ગાંધીધામ ભૂજ ખાતે કચ્છ ખાવડા વાળા કે જેવો ફરસાણની સાથો સાથ રિયલ એસ્ટેટ સાથે પણ સંકળાયેલા છે અને પોતાની અનેકવિધ પેઢીઓ પણ ચલાવી રહ્યા છે ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. રાજકોટ ગાંધીધામ ની સાતો સાત અંજારમાં પણ આવકવેરા વિભાગની ટીમ નું મેગા ઓપરેશન હાલ ચાલી રહ્યું છે ત્યારે અન્ય અનેક પેઢીઓ ઉપર ટીમ ત્રાટકી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. માહિતી મુજબ કચ્છ ખાવડા વાળા દ્વારા અનેકવિધ આચરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે જેના ભાગરૂપે આ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તકે આ પેઢી સાથે સંકળાયેલી અન્ય પેઢીઓ ઉપર પણ આવકવેરા વિભાગનો હાથ પહોંચે તેવી અટકળો ચાલી રહી છે અને સમગ્ર વેપારી આલમમાં એક ફફડાટ પણ મચી જવા પામ્યો છે.

છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગની નજરે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ચડેલું છે અને ગુજરાત નહીં સમગ્ર ભારત ભરના ખ્યાતના ગ્રુપો ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાજકી છે ત્યારે ફરી એક વખત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવકવેરા વિભાગનું સ્થળ ચોપરેશન હાથ ધરાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડરનો માહોલ ઉભો થઇ ગયો છે. એટલું જ નહીં ફાઈનાન્સ બ્રો કરો ઉપર પણ આઈટી વિભાગ ત્રાટકતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે ચૂંટણી જાહેર થતા ની સાથે ચૂંટણી પંચ દ્વારા જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે ઉમેદવારો એક નિયત માત્રા જ ખર્ચ કરી શકશે ત્યારે હાલ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેનાથી ઘણા ખરા બેનામી વ્યવહારો પણ સામે આવશે તો નવાઈ નહીં.

આવકવેરા વિભાગ દ્વારા વ્યાપારીઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે કારણ કે જે કોઈ વ્યક્તિ અથવા તો પેઢી સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરતી હોય તો તેના ઉપર આવકવેરા વિભાગ નજર રાખતું હોય છે ત્યારે આ જ વહેલી સવારથી જ રાજકોટ ગાંધીધામ અને ભુજ ખાતે આવકવેરા વિભાગ ની ટીમ ત્રાટકી હતી અને જે માહિતી હાલ સામે આવી રહી છે તેમાં 200થી વધુ અધિકારીઓ એક સાથે આ સરચ ઓપરેશનમાં જોડાયા હતા અને 30 થી વધુ સ્થળો ઉપર સર્ચની કામગીરી શરૂ કરી હતી. આવકવેરા વિભાગ દ્વારા હજુ કયા સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તે અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવેલી છે પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પૂર્વે ગાંધીધામ અને ભુજમાં પણ સોના ચાંદીના વેપારીઓ ઉપર આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું ત્યારે આ સરચ ઓપરેશન બેથી ત્રણ દિવસ ચાલે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. રાજકોટ ગાંધીધામ અને ભુજમાં સર ચોપરેશન હાથ ધરાતા રાજકોટ આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના તમામ અધિકારીઓ આ સરચ ઓપરેશનમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં અમદાવાદ સહિતના શહેરોમાંથી પણ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. મોરબી સુધી તપાસ પહોંચે તેવી પ્રબળ શક્યતા હાલ સામે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.