પીછે પડ ગયા ઇન્કમટેક્સમ !!!
છેલ્લા બે સપ્તાહથી રાજ્યમાં આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ વડોદરા અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેબલ અને વાયર બનાવતી આર.આર કાબેલ પર વેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી..કંપનીના માલિકો,પ્રમોટરો,ડાયરેક્ટરો સાથો સાથ નાણાકીય વ્યવહાર સંભાળતા એકાઉન્ટન્ટ ના ઓફિસ અને ઘરો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટથી 15 થી વધુ અધિકારીઓનો કાફલો સર્ચમાં જોડાયો : આ સર્ચનું કનેક્શન રાજ્યના અન્ય શહેરોમાં ખૂલે તેવી શક્યતા
40થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી
આ સર્ચ ચોપરેશન હજુ કેટલા દિવસ ચાલે તેનો કોઈ અંદાજો નથી પરંતુ રાજકોટ રીંગમાંથી 15 થી વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા છે અને અમદાવાદની સાથોસાથ વડોદરા અને સુરતમાં કુલ 15 થી વધુ સ્થળો ઉપર આ સર્ચની કામગીરી હાથ ધરાઈ છે. વહેલી સવારથી થયેલી આ કાર્યવાહી સર્વપ્રથમ આવકવેરા વિભાગ એ દરેક ડિજિટલ ડેટા એકત્રિત કરી તેને સીઝ કરી દીધા છે અને કંપની દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો અંગે પણ કડી શોધવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આર આર કેબલ નું નામ ખૂબ સારું છે અને રાજ્યના દરેક શહેરોમાં તેનું સારું એવું વર્ચસ્વ પણ છે ત્યારે આ સરચ ઓપરેશનનું પગેડુ અન્ય શહેરોમાં પણ ખુલે તો નવાઈ નહીં.
અમદાવાદ ઇન્વેસ્ટિગેશન વિંગ ને મળેલી બાતમીના આધારે ખૂબ મોટા પ્રમાણમાં કંપની દ્વારા કરચોરી કરી હોવાનું ખુલ્યું છે જેના પરિણામે વિભાગ દ્વારા આ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને અહીં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવે એવી પૂર્ણ શક્યતાઓ હાલ જોવા મળે છે. સરચ ઓપરેશનની કામગીરીમાં હજુ પણ વધુ અધિકારીઓની જરૂરિયાત ઊભી થાય તો તેને પણ બોલાવવામાં આવશે તેવું વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.