૫૦ અધિકારીના કાફલા દ્વારા ૧૫થી વધુ સ્થળો ઉપર ધોસ બોલાવાઈ: તપાસના અંતે કરપાત્ર રકમનો આંક મોટો આવવાની શકયતા
આવકવેરા વિભાગ અનેકવિધ ક્ષેત્રે પોતાની કામગીરી અને જે ટેકસ ચોરી કરતા લોકો સંસ કે કંપનીઓ હોય તેના ઉપર તવાઈ બોલાવી રહી છે. કોઈપણ સંજોગે કોઈપણ લોકોને ન બક્ષવા કે જેઓ દ્વારા ટેકસ ચોરી કે યોગ્ય રીટર્ન ફાઈલ કરવામાં ન આવ્યા હોય તે તમામ ઉપર આવકવેરા વિભાગ દ્વારા ધોસ બોલાવવામાં આવી રહી છે. એવી જ રીતે ભાવનગર ખાતે શીપ બ્રેકરોને ત્યાં વહેલી સવારી જ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. શિપ બ્રેકરોની સાથો સાથ તેમના રીટર્ન ફાઈલીંગ ફાઈલ કરતા એકાઉન્ટન્ટને ત્યાં પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના ઘટતાની સાથે જ શીપ બ્રેકીંગ વર્તુળોમાં ચકચાર મચી જવા પામ્યો છે. આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની ટીમ દ્વારા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ નામાંકીત શીપ બ્રેકિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર આવકવેરા વિભાગ ધોસ બોલાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગનો કાફલો વહેલી સવારી ભાવનગર શહેરના શિશુ વિહાર, માધવ દર્શન સહિત જુદી જુદી જગ્યા પર જઈ શીપ બ્રેકરો અને ઉદ્યોગપતિઓની ઓફિસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ૫૦થી વધુ ગાડીઓમાં બહારગામી અધિકારીઓ આવી અને તવાઈ બોલાવી હતી. હાલ આવકવેરા વિભાગ દ્વારા સીબીડીટીએ જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે હાલ તમામ આવકવેરા વિભાગની કચેરી તથા કાર્ય કર્તા અધિકારીઓ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નિતી અપનાવી કરચોરી કરતા રોકવા માટે તેમના દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોય તે સામે આવે છે.
હાલ દેશની જ્યારે ર્અ વ્યવસ ડામાડોળ પરિસ્થિતિમાં હોય ત્યારે સરકારને જે મુખ્યત્વે આવકનો સ્ત્રોત તે ટેકસ મારફતે હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ જે રીતે આવકવેરા વિભાગ દ્વારા અનેકવિધ સ્થળો પર જે તવાઈ હાથ ધરવામાં આવી રહી છે તેનાી એ વાત સ્પષ્ટ થાય છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.
હાલ સંપર્ક સુત્રોના જણાવ્યાનુસાર એ વાતની સ્પષ્ટતા થાય છે કે, આવકવેરા વિભાગની કામગીરી આગામી બે થી ત્રણ દિવસ સુધી હજુ વધુ ચાલવાની હોય ત્યારે ઘણા ખરા એવા ઘટસ્ફોટ અને માહિતી સામે આવશે જે શિપ બ્રેક્રિંગ વ્યવસાય તથા તેને સંલગ્ન વ્યવસાય પર તેની માઠી અસર પહોંચશે. હાલ આવકવેરા વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેનાી એ વાત સ્પષ્ટ થાય છે કે, હવે કોઈપણ વ્યક્તિને સીબીડીટી કોઈપણ રીતે નહીં બક્ષે કે જો તેઓ દેશ સો અને જે કરની રકમ ભરવાપાત્ર હોય તે ભરવામાં લાલીયાવાળી કરે. આ તકે જે શિપ બ્રેકિંગ સો સંકળાયેલા લોકો છે તે અનેક રીતે ટેકસ ચોરી કરવા પ્રયત્ન કરતા હોય છે અને તેમાં તેઓને સપોર્ટ આપવા માટે એકાઉન્ટન્ટ મદદ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેનાી માત્ર શિપ બ્રેકિંગ બિઝનેશ જ નહીં પરંતુ એકાઉન્ટ સો સંકળાયેલા લોકો પર ચિંતના વાદળો છવાયા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સનિક ઉદ્યોગપતિ ઉપરાંત તેઓના એકાઉન્ટન્ટની પણ તપાસ શરૂ કરી દીધી છે. દરોડા પડતાની સાથે જ ભાવનગર સહિત આજુબાજુ વિસ્તારમાં કે જ્યાં શિપ બ્રેકિંગ સાથે ઉદ્યોગપતિઓ સંકળાયેલા હોય તે વર્તુળમાં પણ ભારે ચર્ચા જોવા મળી છે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડાની કામગીરી આગામી બે દિવસ ચાલવાની સંભાવના સેવાઈ રહી છે અને તપાસના અંતે કરપાત્ર રકમનો આંક મોટો આવવાની શકયતા પણ જોવા મળી રહી છે. એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે જે બેનામી રકમનો આંકડો સામે આવશે તે અકલ્પનીય હશે અને તેની સાથે અન્ય અનેક ઘણા ઘટસ્ફોટ પણ વાની સંભાવના સેવાઈ રહી છે.