ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા અવાર નવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જેમાં સમાજના નવ યુવાનો પોતાના માટે યોગ્ય જીવનસાીની પસંદગી કરી શકે તે માટે સગપણ સંમેલન તા સમૂહ લગ્નોત્સવ, યુવાનોના શ્ર્વાસસ્ય જળવાય રહે તે માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ જેવી વિવિધ રમતોનું આયોજન, વિદ્યાર્થી પ્રોત્સાહન મળે અને તેઓ ભણવામાં ખૂબ જ પ્રગતિ કરી અમંગળ વધે તે માટે તેઓને સન્માનિત કરી ઈનામ વિતરણના કાર્યક્રમો તા નવરાત્રિના મહાપર્વ દરમ્યાન એક દિવસીય નવરાત્રિ મહોત્સવ આયોજન વગેરે પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે.
ત્યારે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ અને ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આગામી તા.૧૯ ઓગષ્ટ, રવિવારના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે મેગા સરસ્વતી સન્માન સમારોહનું અને વિનામુલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧ થી લઈને કોલેજ સુધીના જ્ઞાતિ સમસ્તના દરેક વિર્દ્યાીઓ ભાગ લઈ શકશે.
જેમાં ધો.૧ થી ૪માં ૯૦ ટકા, ૫ થી ૭માં ૮૦ ટકા, ૮ થી ૯ ૭૦ ટકા ૧૦-૧૧ અને ૧૨માં ૬૫ ટકા, ૧૨ સાયન્સમાં ૬૦ ટકા, ડીગ્રીમાં ડીપ્લોમાં ૬૦ ટકા, માસ્ટર ડિગ્રી ૫૧ ટકાવારી અવા તો તેનાી વધારે ટકાવારી હોય તેવા વિર્દ્યાીઓ ઈનામ તા નોટબુક મળવાપાત્ર યોગ્ય છે તેવું જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વાનુમતે નક્કી કરાયું છે.
સમિતિ દ્વારા વિર્દ્યાીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા માટેના ફોર્મ જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય, ગોપીના કોમ્પ્લેક્ષ, ગાયત્રીનગર મેઈન રોડ રાજકોટ ખાતેથી તા.૨૨ થી ૩૦ જૂન સવારે ૧૦ થી ૧૨ તા સાંજે ૫ થી ૭ સુધીમાં જ મળશે. ફોર્મ ભરીને પરત જ્ઞાતિ સમસ્તના કાર્યાલય ખાતે તા.૧ જુલાઈ થી ૨૦ જુલાઈ સુધીમાં આપી જવાના રહેશે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું કે કડિયા જ્ઞાતિના દિકરા-દિકરીઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની હાલના સંજોગોમાં ખૂબજ જરૂરી છે. શિક્ષણ દરેક સમાજનો મુળભૂત અધિકાર છે અને દિકરા-દિકરીઓને પ્રોત્સાહન મળે તેના માટે ઈનામોની બોછાર કરવા માટે પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આહવાહન કરવામાં આવ્યું છે.
ફોર્મ આવતીકાલી તા.૩૦મી સુધી મેળવી શકાશે. ફોર્મ ભરીને ૧લી જુલાઈથી ૨૦ જુલાઈ સુધીમાં જ્ઞાતિ સમસ્તના કાર્યાલય પહોંચાડવાનું રહેશે.