રાજ્યના જાણીતા ‘સાલ ગ્રુપ’ પર આવકવેરા વિભાગની તવાઈ
સર્ચ અને સર્વેની કામગીરીમાં અન્ય રાજ્યના અધિકારીઓ જોડાયા
અબતક, અમદાવાદ
આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે અને મત મોટા બેનામી વ્યવહારો પકડવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક રાઉન્ડ અમદાવાદ ખાતે જોવા મળ્યો જેમાં આવકવેરા વિભાગ ની ટીમે રાજ્યના જાણીતા ગ્રુપ એવા સાલ ગ્રૂપ ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે. 30 સૌથી મોટી વાત એ છે કે આ સર્ચ અને સર્વેની કામગીરીમાં અન્ય રાજ્યોના અધિકારીઓ પણ જોડાયા છે ત્યારે આ કામગીરી ખૂબ મોટી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
અમદાવાદના તાલ ગ્રુપ ઉપર જે તવાઈ બોલાવવામાં આવી રહી છે તેમાં ગ્રુપના રાજેન્દ્ર શાહ અને કરણ ને પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે એટલું જ નહીં આશરે 24 જેટલા સ્થળો ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે. હા કામગીરી બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને એ વાતની પણ પુષ્ટી થઇ રહી છે કે આવનારા સમયમાં ઘણા બેનામી વ્યવહારો પણ સામે આવશે. તાલ ગ્રુપ સાથે જોડાયેલા દરેક લોકો ઉપર આવકવેરા વિભાગની તવાઈ બોલાવવામાં આવી રહી છે એટલું જ નહીં શાહ એલોઈસ ની સાથે સાલ મેડિકલ કોલેજ સાલ હોસ્પિટલમાં પણ અધિકારીઓ પહોંચ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ચાલ ગ્રુપના કનેક્શન મુંબઈ સુધી પહોંચે છે પરિણામે આ રેડ હજુ પણ લાંબી ચાલે તો નવાઈ નહીં.
તો સાથ એ વાતની પણ પૂર્તિ થઇ રહી છે કે હાલ જે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઇ છે તે સૌથી મોટી કામગીરી સાબિત થશે અને આવનારા સમયમાં ચાલ ગ્રુપના દરેક ખાતાઓને સિઝ કરી દેવામાં આવશે. અમે એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે સાલ ગ્રુપ સાથે જોડાયેલા અન્ય લોકો ને ત્યા પણ દરોડા પડતા અનેક બેનામી વ્યવહારો સામે આવી શકે છે. નહીં ગુજરાત રાજ્યના અન્ય મહાનગરોમાં પણ આવનારા સમયમાં આવકવેરા વિભાગની તવાઈ બોલાવવામાં આવશે. અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સહિતના વિવિધ વિભાગો ખાતે આવકવેરા વિભાગના દરોડા પડતા હોય છે ત્યારે પ્રથમ વખત તબીબી ક્ષેત્ર એટલે કે મેડિકલ વિભાગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે.
આવકવેરા વિભાગ અંગે જો વાત કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસો પૂર્વે અને મોટી સંસ્થાઓ બેનામી વ્યવહારો સાથે ઝડપાઇ છે એટલું જ નહીં ટેક્સ ચોરી કરવામાં પણ ઘણાખરા ગ્રૂપ સામે આવ્યા છે ત્યારે તેમને ભરી પીવા અને તેમના પર લાલ આંખ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે કરચોરોને કોઈપણ સંજોગે બચાવવામાં ન આવે તે માટે સીબીડીટી દ્વારા તમામ પ્રકારે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ ના કાલ ગ્રૂપ ઉપર આઇટી નું જે મેગા ઓપરેશન થયું છે તેમાં અમદાવાદ સહિત અન્ય રાજ્યના ટોચના અધિકારીઓ પણ પરેડમાં સામેલ થયા છે જે એ વાતનું પ્રતીક છે કે આ રેડમાં મોટા બેનામી વ્યવહારો સામે આવશે