ડીફેન્સ અને એરોસ્પેસ્ટ ક્ષેત્ર માટે ખાસ સેશન યોજાશે
છેલ્લા ઘણા સમયથી એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રનો ખુબ જ વિકાસ થઇ રહ્યો છે. ત્યારે આગામી ર4મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે એમ.એસ.એમ.ઇ. કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ-અમદાવાદના ઉપક્રમે, રાજકોટ 24મી ફેબ્રુઆરીએ ઉદ્યોગકારો માટે મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગમંત્રી ભાનુપ્રતાપ સિંઘ વર્મા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે.
સયાજી હોટેલ ખાતે સવારે 10 વાગ્યે આ કોન્ક્લેવનો આરંભ થશે. જેમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, એમ.એસ.એમ.ઈ. વિભાગ-નવી દિલ્હીના અધિક ડેવલપમેન્ટ કમિશનર ડો. ઈશિતા ગાંગુલી ત્રિપાઠી, એમ.એસ.એમ.ઈ.ના સંયુક્ત સચિવ મેર્સી ઈપાઓ, તથા ગુજરાતના એમ.એસ.એમ.ઈ. વિભાગના કમિશનર સંદીપકુમાર ઉદ્યોગકારોને સંબોધિત કરશે.
આ તકે ડીફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં એસ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે વ્યવસાયની તકો વિશેનું સેશન પણ યોજાશે. જેમાં ભારતીય નૌસેના, ભારતીય હવાઈ દળ, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઈસરોના નિષ્ણાતો પોતાના ક્ષેત્રોની માગો વિશે ઉદ્યોગકારોને માહિતગાર કરશે. આ ઉપરાંત સરકારની યોજનાઓ, કાર્યક્રમો અને નીતિઓ સહિતના મુદ્દે પણ માર્ગદર્શક સેશન યોજાશે.
આ કોન્ક્લેવમાં ઉદ્યોગકારો નિ:શુલ્ક ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે એમ.એસ.એમ.ઈ. – ડી.એફ.ઓ., અમદાવાદ ઓફિસ, ફોન: 079-27543147 તથા રાજકોટ ઓફિસ ફોન: 0281-2465585 અથવા ઈમેલ: મભમશ-ફવળબફમમભળતળય.લજ્ઞદ.શક્ષ પર સંપર્ક કરી શકાશે.
આ કોન્ક્લેવમાં ઉદ્યોગકારો સંરક્ષણ, એરોસ્પેસ અને અન્ય સંગઠનો સાથે ‘વન ટુ વન’ ચર્ચા પણ કરી શકશે. આ કોન્ક્લેવને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઅલ એશોસિએશન, મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મેટોડા જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ખીરસરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો સહયોગ મળી રહ્યો છે.