દિવાની ચેક રિટર્ન, અકસ્માત વળતર, લગ્ન વિષયક, રેવન્યુ અને સમાધાન લાયક કેસો હાથ પર લેવાશે
રાજય કાનુની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટના ઉપક્રમે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૮.૧૨ના રોજ રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક અદાલતમાં દાખલ થટેલા તમામ અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા પ્રીલીટીગેશન કેસો હાથ પર લેવામાં આવનાર છે.
જેમાં ફોજદારી સમાધાન, નેગોશીએબલ બેંક લેણાના મોટર અકસ્માત વળતરને લગ્નવિષયક મજૂર અદાલત, જમીન સંપાદન ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલો રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો અને અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવે છે કે, લોક અદાલતમાં તેઓનાં કેસ મુકી નિર્ણિત કરવામાં આવે બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
પક્ષકારોની સમજણ તથા સમજૂતીથી કેસનો નિકાલ થાય જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છૂટકારો મળે છે. જેથી આગામી તા.૮ને શનિવારના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાંમૂકવા અને મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો સફળ બનાવવા અનુરોધ કરેલ છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ.વી.જોટાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.