નેશનલ કેરીયર સર્વિસ તથા રોજગાર કચેરીના ઉપક્રમે આગામી તા.૭ ઓકટોબરના રોજ આજીડેમ આઈટીઆઈ ખાતે મેગા આઈટી જોબફેર યોજાવા જઈ રહ્યો છે. જેમાં અલગ-અલગ ૫૦થી વધારે કંપની જોડાઈ રહી છે. મુખ્યત્વે તેમા એરટેલ, પેટીએમ, વોડાફોન, ડોમીનોઝ, ઈન્ડિયા એકસા, બીગ ટ્રી, બીવીજે ઈન્ડિયા જેવી નામાંકિત કંપનીઓ પણ સામેલ છે. આ જોબફેરમાં ખાસ કરીને અલગ-અલગ સેકટર પાડવામાં આવ્યા છે. જેમાં આઈટી, બેન્કીંગ, હેલ્થ, હોસ્પીટાલીટી વગેરેનો સમાવેશ થાય છે. આ જોબફેરમાં ૧૦,૧૨ અને ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જે માટે તા.૭ના સ્થળ પર જ રજીસ્ટ્રેશનની સુવિધા રાખેલ છે. આ જોબફેર યોજવાનો મુખ્ય હેતુ છે. આ વર્ષ વધુમાં વધુ વિદ્યાર્થીઓને નોકરી મળે તેવું નેશનલ કેરીયર સર્વિસ મીનીસ્ટરી ઓફ લેબર અને ઈમાલવિમેન્ટના યંગ પ્રોફેશનલ સૌરવ પાંડેએ જણાવ્યું હતું.
Trending
- ગાંધીધામ: જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું
- અમરેલી: લેટર કાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરાઈ
- મોરબી: માળિયામાં ગાયો ચરાવવાના નામે ક*તલ કરવાના કૌભાંડ મામલે રોષ જોવા મળ્યો
- સુરત: કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- નવસારી: ચીખલી પાસે શિવાજી યુનિવર્સિટીની બસને નડ્યો અકસ્માત
- ગુજરાત વિધાનસભાનું 19 ફેબ્રુઆરીથી બજેટ સત્ર: 20મીએ અંદાજ પત્ર
- મોરબી: હાઇવે પર ટ્રક ચાલકોને છરી બતાવી ડીઝલ લૂંટવાના કેસમાં LCBને મળી મોટી સફળતા
- દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત