નેશનલ કેરીયર સર્વિસ તથા રોજગાર કચેરીના ઉપક્રમે આગામી તા.૭ ઓકટોબરના રોજ આજીડેમ આઈટીઆઈ ખાતે મેગા આઈટી જોબફેર યોજાવા જઈ રહ્યો છે. જેમાં અલગ-અલગ ૫૦થી વધારે કંપની જોડાઈ રહી છે. મુખ્યત્વે તેમા એરટેલ, પેટીએમ, વોડાફોન, ડોમીનોઝ, ઈન્ડિયા એકસા, બીગ ટ્રી, બીવીજે ઈન્ડિયા જેવી નામાંકિત કંપનીઓ પણ સામેલ છે. આ જોબફેરમાં ખાસ કરીને અલગ-અલગ સેકટર પાડવામાં આવ્યા છે. જેમાં આઈટી, બેન્કીંગ, હેલ્થ, હોસ્પીટાલીટી વગેરેનો સમાવેશ થાય છે. આ જોબફેરમાં ૧૦,૧૨ અને ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જે માટે તા.૭ના સ્થળ પર જ રજીસ્ટ્રેશનની સુવિધા રાખેલ છે. આ જોબફેર યોજવાનો મુખ્ય હેતુ છે. આ વર્ષ વધુમાં વધુ વિદ્યાર્થીઓને નોકરી મળે તેવું નેશનલ કેરીયર સર્વિસ મીનીસ્ટરી ઓફ લેબર અને ઈમાલવિમેન્ટના યંગ પ્રોફેશનલ સૌરવ પાંડેએ જણાવ્યું હતું.
Trending
- ધો.12 બાદ આ ટોપ 5 ડિપ્લોમા કોર્સ કરી લીધા તો લાગશે નોકરીઓની લાઈન..!
- ટાટા અને મહિન્દ્રાની જમાવટ વચ્ચારે હ્યુન્ડાઇનું વેચાણ 12 વર્ષના તળિયે
- રાજયના ર00 કેન્દ્રો પર આજથી બાળકો માટે સમર યોગ કેમ્પ યોજાશે
- ઓપરેશન સિંદુર યથાવત છે, આં*ત*કવાદનો જળમૂળથી નાશ કરીશું : ભુજથી રક્ષામંત્રીનો હુંકાર
- આજે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની શક્યતા
- ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું સોમવારથી વિતરણ કરાશે
- “ફિકર નોટ” : ધો.10 પાસ કર્યા બાદ કન્ફયુઝ છો કે શું કરવું…આ રહ્યો જવાબ !
- કેળાની છાલ ફેંકતા નહીં, હેર માસ્કથી તમારા વાળ બનશે સ્મૂધ અને સિલ્કી