બ્યુટી ક્વિન સયાલી ભગત ગરબા રમશે: નવમા નોરતે અભૂતપૂર્વ ભીડ ઉમટી: સુંદર આયોજન બદલ સમસ્ત જૈન પરિવારોએ આયોજકોને આપ્યા અભિનંદન : વિજેતાઓ ઉપર ઇનામોનો વરસાદ
જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબાના નવમા દિવસે ખેલૈયાઓ એટલા જ જોશ અને ઉત્સાહથી ગરબે રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. આ આયોજન રાજકોટના સમસ્ત જૈન પરિવારો માટે એક અવિસ્મરણીય આયોજન બની રહ્યું છે.આજે સોનમ ગરબામાં મેગા ફાઈનલ કોન્ટેસ્ટ થશે અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતી અભિનેત્રી અને બ્યુટી ક્વીન સયાલી ભગત ખાસ ઉપસ્થિત રહેશે.
આજે મેગા ફાઈનલમાં શહેરના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેવાના છે. જૈન વિઝન સંગ ગરબા રમવા આવેલા ખેલૈયાઓએ કાયમ માટે આ આયોજન સાથે જ જોડાવાનો કોલ આપ્યો હતો. આ વખતે સોનમ ગરબામાં અનેક વિશેષતા જોવા મળી હતી અને તેમાં ઓરકેસ્ટ્રાએ તો કમાલ કરી હતી. ટૂંકમાં બે વર્ષ પછી થયેલા સોનમ ગરબા દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ સાબિત થયા છે.
નવમા દિવસે પણ પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર અને વેલડ્રેસના વિજેતાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કલેકટર અરુણ મહેશ બાબુ અને ભાજપના નેતા કશ્યપ શુક્લએ આયોજનની કરી સરાહના સોનલ ગરબાનાં નવમા નોરતે કલેકટર અરૂણ મહેશ બાબુ, મહાપાલિકાના નાયબ કમિશનર એ.આર.સિંગ અને આશિષકુમાર, મેડીકલ સુપ્રિ. ડો. આર.એસ.ત્રિવેદી, કશ્યપભાઈ શુક્લ જી.ટી.પી.એલ.ગ્રુપના વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર મનીષ રાડિયા, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિભાસ્ભાઈ શેઠ, પીયુશભાઇ મહેતા, અનિશભાઇ વાધર, મયુરભાઈ શાહ, ઇન્દુભાઇ બદાણી, રશ્મિનભાઈ મોદી, સુમતિનાથ જીનાલયનાં ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ કોઠારી, ઉમેશભાઈ શેઠ, બિલ્ડર દીપકભાઈ કોઠારી, એરપોર્ટ સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટીઓ,ડો. પ્રતિકભાઈ દોશી, અનિરુદ્ધભાઇ નકુમ, ડોલીબેન નકુમ, વિમલભાઈ ચાવડા, મણિયાર દેરાસરનાં જીતુભાઈ મારવા, અરુણભાઈ દોશી, કિરીટભાઈ શેઠ, જૈન તપગચ્છ સંઘનાં જીતુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ, કેતનભાઈ વોરા, મહાસુખભાઈ રામાણી, જયેશભાઈ દોશી, બોબીભાઈ દેસાઈ, નિરાલીબેન પારેખ, જીરાવલ્લા પાશ્વનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ, સોનમ કલોકનાં જયેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, હર્ષાબેન શાહ, ગીરીશભાઈ શાહ, રીટાબેન શાહ, પારસધામ જૈન દેરાસરનાં મહેશભાઈ મણિયાર, અર્હમગ્રુપના તુષાર મહેતા, અશ્વિનભાઈ કોઠારી, વીતરાગ જૈન સંઘના ભરતભાઈ દોશી, ભાવનાબેન દોશી, હર્ષલ માંકડ, મયુર ચૌહાણ, ભાજપના ગોવિંદભાઈ કાનગડ, મનુભાઈ વઘાસીયા સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.