પંજાબ નેશનલ બેંક દેશમાં 12મી ઓગષ્ટે 5000થી વધારે મિલકતોની મેગા ઈ-રાજી યોજાશે જેમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક કેટેગરીનો સમાવેશ થાય છે. સર્કલ હેડ રાજકોટ સંતોષકુમાર રાઘવ અને સર્કલ હેડ નુલી રાજન જણાવ્યું હતુ કે બેંક દ્વારા આયોજીત આ હરાજીમાં ઈચ્છુક ખરીદદારોને દેશના વિવિધ ભાગોમાં આવેલ મિલકતોની ખરીદી માટે વધારે વ્યાપક વિકલ્પો મળી રહેશે.
બેંક દ્વારા આયોજીત આ હરાજીમાં મિલકતો સ્પર્ધાત્મક ભાવે મળશે. આ કારણે દેશભરમાં મોટી સંખ્યામાં ખરીદદારોએ રસ દર્શાવ્યો છે. કોવિડની બીજી લહેરમાંથી નિકળ્યા પછી અર્થતંત્રમાં ગ્રોથ દેખાઈ રહેલ છે. અને મિલકતોની ખરીદી પ્રત્યે જાહેર જનતાનું વલણ પણ વધ્યું છે.
બેંક દ્વારા ઈ-હરાજીથી વેચાનાર મિલકતોની કિંમત તુલનામાં ઓછી હશે અને દલાલી કમિશન જેવા અન્ય ખર્ચા પણ ખરીદકર્તાએ ભોગવવા નહી પડે. તેઓએ જણાવ્યું કે હરાજી ઈ-બિલ્ય ર્પોલના માધ્યમથી પૂર્ણ પણે પારદર્શક અને સુવિધાયુકત રીતે આયોજીત કરવામાં આવશે. ઈચ્છુક ખરીદદાર પોર્ટ https://ibapi.in પર રજીસ્ટ્રેશન પછી. બીડની રકમ જમા કરાવીને પ્રક્રિયામાં ભાગ લઈ શકશે તેવું એક યાદીમાં જણાવાયું છે.