તમામ આરોગ્ય કેન્દ્રો પર રાત્રીના 9 વાગ્યા સુધી વેકિસન અપાશે: કાલે પણ ઝુંબેશ ચાલુ રહેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે અને આવતીકાલે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 09:00 વાગ્યાથી સાંજના 09:00 વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ઇએસઆઇએસ હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 63 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સીનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં ે બપોર સુધીમાં 8213 નાગરિકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. હાલ મેગા ડ્રાઈવની કામગીરી ચાલુ છે.
મેગા ડ્રાઈવ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરમાં નુરાનીપરા સ્લમ વિસ્તાર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને રૈયાધાર સ્લમ ક્વાર્ટરના દિનદયાળ ઔષધાલય ચાલતી વેક્સીનેશનની કામગીરી નિહાળી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન હર ઘર દસ્તક હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થાય ગયેલા નાગરિકોને ટેલીફોનીક પણ જાણ કરી વેક્સીન લઇ લેવા અપીલ કરવામાં આવી રહી છે. શહેરના વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનો લાભ લ્યે અને વેક્સીન લેવામાં બાકી રહેલા નાગરિકોને વેક્સીન લેવા અપીલ કરવામાં આવે છે.