• ચૂંટણી પૂર્ણ થતા જ તાલુકા મામલતદારનો સપાટો
  • 16 હજાર ચો.મી. જેટલી સરકારી જગ્યા ઉપરથી 50 જેટલા મકાનો, ઝુંપડા, હોટેલ, ગેરેજ અને લારીઓ હટાવાય

ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટ તાલુકા મામલતદારે સપાટો બોલાવ્યો છે. આજે વાવડીમાં અંદાજે રૂ.50 કરોડની કિંમતની જમીન મામલતદાર ટિમ દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. જેને પગલે સમગ્ર તાલુકામાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા દ્વારા આજે વાવડી સર્વે નં.149ની અંદાજે 16 હજાર ચો.મી. સરકારી જગ્યા ઉપરથી દબાણો હટાવવા નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. આ નોટીસનો પિરિયડ પૂર્ણ થતાં આજે તાલુકા મામલતદાર અને તેમની ટિમ દ્વારા પોલીસને સાથે રાખીને 40થી 50 મકાન, ઝુંપડા, હોટલ, ગેરેજ, ઇંડાની લારી હટાવવામાં આવી હતી. અહીં થયેલા બાંધકામોને 2 બુલડોઝરની મદદથી હટાવવામાં આવ્યા હતા.

આ ડીમોલેશન સવારે 10 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં તેને પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર કાર્તિક મકવાણા, નાયબ મામલરદાર રઘુભા વાઘેલા, કર્મરાજસિંહ જાડેજા, તલાટી સાગર ચાવડા, સર્કલ કથીરિયા સહિતના રોકાયા હતા.

કાલે કોઠારીયામાં પણ મેગા ડિમોલીશન કારખાના, મકાન અને ઝુંપડા હટાવાશે

રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આવતીકાલે પણ ડીમોલેશન કરવામાં આવનાર છે. કોઠારીયામાં સરકારી જમીન ઉપર કારખાના, મકાન અને ઝૂંપડાના જે દબાણો ખડકાયેલા હતા. તેને આવતીકાલે તોડી પાડવામાં આવશે. મળતી માહિતી અનુસાર ત્યાં પણ 16 હજાર ચો.મી. જેટલી જગ્યા ઉપર દબાણો ખડકાયેલા છે. જેની બજાર કિંમત રૂ.50 કરોડ જેટલી થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.