ટીપી સ્કીમ નં.૨૧ (મવડી) અને ટીપી સ્કીમ નં.૧૪ (વાવડી)ના અનામત પ્લોટમાં ખડકાયેલા ત્રણ મંદિર, ત્રણ મકાન, ત્રણ શેડ, એક ડેલા સહિતના બાંધકામનો કડુસલો

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશના પગલે આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપીઓ એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૧૧ અને વોર્ડ.૧૨માં મવડી તથા વાવડી વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા મંદિર, રહેણાંક મકાન, શેડ અને ડેલા સહિતના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બજાર કિંમત મુજબ રૂ.૧૫૬ કરોડની ૨૦,૫૩૪ ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.2 122આ અંગે વધુ માહિતી આપતા ટીપીઓ એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, આજે વેસ્ટ ઝોનના ટાઉન પ્લાનર પી.ડી.અઢીયા સહિતના સ્ટાફ દ્વારા શહેરના વોર્ડ નં.૧૧ અને ૧૨માં ટીપી સ્કીમના અનામત પ્લોટ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.3 100 જેમાં ટીપી સ્કીમ નં.૨૧ (મવડી)ના ફાઈનલ પ્લોટ નં.૫૮/એ માં એસઈડબલ્યુએસ હેતુ માટેના અનામત પ્લોટમાં ૧૧,૮૭૫ ચો.મી. જમીનમાં રહેણાંક મકાનનું બાંધકામ, ફાઈનલ પ્લોટ નં.૫૮/બીમાં પબ્લીક પર્પઝ હેતુ માટેના પ્લોટમાં ૧૦૪૧ ચો.મી. પ્લોટમાં ખડકાયેલા બે રહેણાંક મકાન, ફાઈનલ પ્લોટ નં.૬૬/એમાં રહેણાંક વેચાણ હેતુ માટેના પ્લોટમાં ૧૭૫૨ ચો.મી. જમીન પર ખડકાયેલું મંદિર, ટીપી સ્કીમ નં.૧૪ (વાવડી)ના ફાઈનલ પ્લોટ નં.૬/એમાં પાર્કિંગ હેતુ માટેના પ્લોટમાં ૧૭૪૧ ચો.મી. જમીનમાં ખડકાયેલું મંદિરનું બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.4 70આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૧૪ (વાવડી)ના ફાઈનલ પ્લોટ નં.૫/એના ગાર્ડન હેતુ માટેના પ્લોટમાં ૯૨૬ ચો.મી. જમીનમાં ખડકાયેલા ૩ શેડ, ટીપી સ્કીમ નં.૨૧ (મવડી)ના ફાઈનલ પ્લોટ નં.૮/એ માં નંદનવન સોસાયટીમાં સ્કુલ હેતુના પ્લોટમાં ૧૨૩૨ ચો.મી.જમીનમાં મંદિર, કલીન્થ અને ગેઈટનું બાંધકામ જયારે ટીપી સ્કીમ નં.૨૧ મવડીના ફાઈનલ પ્લોટ નં.૫/એમાં વાણિજય હેતુ માટેના પ્લોટમાં ૧૯૬૭ ચો.મી. જમીનમાં ખડકાયેલું ડેલાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. મવડી અને વાવડી વિસ્તારમાં આજે હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલીશનમાં બજાર કિંમત મુજબ રૂ.૧૫૫.૯૮ કરોડની ૨૦,૫૩૪ ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.