રાજકોટના વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પિટલ પાસેના વિસ્તારમાં આજે મહાપાલિકા દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
કુલ ૪૦૦૦ ચો.મી.ની એસઈડબલ્યુએસ હેતુની જગ્યા ઉપર ખડકાયેલા ૭૦ જેટલા કાચા-પાકા મકાનો ઉપર ટાઉન પ્લાનીંગ શાખાએ બુલડોઝર ફેરવી દીધું હતું. રૂા.૬૫ કરોડની કિંમતની આ જમીન ઉપરથી ગેરકાયદેસર બાંધકામો હટાવીને તેને ખુલ્લી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની સુચનાથી એટીપી પરેશ અઢીયા સહિતની ટીમ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ટાઉન પ્લાનીંગ શાખાએ કોઠારીયા રોડ પર ડિમોલીશન હાથધરી રૂા.૧૦૦ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.