નેપાળમાં વિશાળ પ્રમાણમાં પશુ બલીનું દુષણ વ્યાપ્ત છે. મોટાભાગના મંદિરોમાં અંધશ્રદ્ધાળુ પ્રજા માનતાના નામ ઉપર પશુ હત્યા કરે છે. હાલમાં નેપાળના ગઢીમાંઈ મંદિરમાં એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ૩ થી ૪ લાખ અબોલ પશુઓની બલી ચડાવાશે. દર ૫ વર્ષે યોજાતા આ મહોત્સવનો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રચંડ વિરોધ ઈ રહ્યો છે. સમસ્ત મહાજન દ્વારા ગીરીશભાઈ શાહના માર્ગદર્શનમાં હીરાલાલ જૈન, ભાવેશ સોલંકી સહિતના કાર્યકર્તાઓની ટીમ છેલ્લા ઘણા દિવસોી નેપાળ પહોંચી છે અને નેપાળી પ્રજાને ધર્મના નામે અંધશ્રદ્ધા ન ફેલાવવા અને પશુ બલી અટકાવવા સમજાવી રહી છે. સામાં જ ગઢીમાંઈની વંદના કરવા માટે પૂજા સામગ્રી તેમજ નાળીયેળનું પણ વિતરણ નિ:શુલ્ક કરાઈ રહ્યું છે. ૧૦૦૮ નારીયેળ દ્વારા જનજાગૃતિ રેલીનું પણ આયોજન સમસ્ત મહાજન દ્વારા કરાયું છે.