કિડની, કેન્સર તથા જરૂરતમંદ દર્દીને વિનામુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી
શહેરના અલગ અલગ ૯ સ્થળોએ આયોજન: સિવિલ હોસ્પિટલ તથા અન્ય બ્લડ બેંક સેવા આપશે: શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
સીવીલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કીડની કેન્સરના દર્દીઓ તથા જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા દર મહીને રાજકોટ જીલ્લામાં જુદી જુદી કોલેજો, ઇન્ડસ્ટ્રીઝ, સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ૭૧માં પ્રજાસત્તાક દિવસ નીમીતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા જુથ સંયોજીત રાજકોટ શહેરી વિસ્તારમાં ૯ અલગ અલગ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ૭૧૦૦ બ્લડ યુનીટ એકત્રીત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદ સીવીલ અમદાવાદ કેનસર હોસ્પિટલ, જામનગર-ભાવનગર સીવીલ હોસ્પિટલ, રાજકોટ સીવીલ હોસ્પિટલ તથા અન્ય બ્લડ બેંક સેવા આપશે. તો આ સેવાયજ્ઞમાં રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કાલે સવારે ૮ થી સાંજે પ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એસ.આર. કેમ્પ મવડી, રેલવે હોસ્પિટલ જામનગર રોડ, આત્મીય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી ભાવનગર રોડ, લાભુભાઇ ત્રિવેદી એઝની. કોલેજ, કણકોટ એસ.પી.જી. બાપા સીતારામ ચોક, મવડી, બી.આર.સી. કોઠારીયા, લાઇફ બિલ્ડીંગ રેસકોર્ષ રીંગ રોડ, ખાતે કરવામાં આવેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જેમા ડી.ડી.ઓ અનિલ રાણાવસ્યા મેડીકલ ડો ડીન ગૌરવી ધ્રુવ, ડો. મિતેષ ભંડેરી (આરોગ્ય જીલ્લા ડોકટર) ડો. કૃપાલ પુજારા, ડો. મનસ ત્રિવેદી, ડો. ઉપાઘ્યાય, નરેન્દ્રભાઇ દવે વગેરેનું માર્ગદર્શન મળેલ છે. તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો. નં. ૯૪૨૮૨ ૦૦૬૬૦) જે.વી. શાહ (રીટાયડૃ રોડ સેફટી સીઇઓ) રાહુલ ધામી, પરેશ વાધાણી, કુમાર દોશી, તેજશ સોઢા (સી.એ.) પ્રતિક વોરા (સી.એ.) અશોક બુશા, વિસ્મય પુજારા વગેરે એ સેવા આપેલ છે તેમજ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે. આ માટે અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.