આગેવાનો ‘અબતક’ના આંગણે
માનવ જિંદગી છે જેને બચાવવા એક મહત્વનું તત્વ છે. લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યકિતને પડી શકે છે. કારણ કે લોહીનો કોઈ વિકલ્પ નથી. એક વખત રકતદાન કરવાથી આપ ૩ વ્યકિતની જિંદગી બચાવી શકો છો. આ ભગીરથ કાર્ય ચુંવાળીયા કોળી સમાજ દ્વારા દર ત્રણ મહિને થાય છે. આવતીકાલે સતત ચોથી વખત કેમ્પ યોજાનાર છે.
ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ યુવા ગ્રુપ દ્વારા કાલે સવારે ૮ થી ૨ વાગ્યા દરમ્યાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, જંકશન પોલીસ સામે, ગાયકવાડી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સીવીલ હોસ્પિટલના લાભાર્થે આયોજીત આ કેમ્પમાં સીવીલના તબીબો સેવા આપશે. રકતદાન કરનાર દરેક દાતાઓને આકર્ષક ભેટ તથા ભોજન આપવામાં આવશે. વધુમાં વધુ દાતાઓ બ્લડ નેટ કરે તે માટે આયોજકો દિપકભાઈ માનસુરીયા, જાદવભાઈ ગોધાણી, અક્ષરભાઈ ડાભી, દિનેશભાઈ કિડિયા, ચેતનભાઈ મારસુણીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમ માટે બાબુભાઈ ઉધરેજા, વિજયભાઈ મેથાણીયા, રામભાઈ સુરેલા, હિતેશભાઈ ધોળકીયા, સચિનભાઈ ચૌહાણ, રણછોડભાઈ ઉધરેજા જહેમત ઉઠાવી રહ્યા છે.