રકતદાતાઓને આકર્ષક ગીફટ, અકસ્માત વીમા, પોલીસી, સર્ટીફીકેટ અપાશે તેમજ લકકડી ડ્રો દ્વારા 18 ભાગ્ય શાળી રકતદાતાને મેગા ઇનામો આપી નવાજવામાં આવશે
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન તા .13 ઓગષ્ટ થી તા .20 ઓગષ્ટ દરમ્યાન આશ્રય કમિટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહયું છે . સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા સપ્તાહ અંતર્ગત માં સામાજીક – ધાર્મિક કાર્યક્રમો યોજી રહયું છે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની આયોજીત આગામી તા. 20-8-2023 રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ એ.સી. હોલ , મહાવીર સ્વામી ( એસ્ટ્રોન ) ચોક રાજકોટ ખાતે કરવામાં આવેલ છે .
અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ચેતનભાઇ પંચમીયાએ જણાવ્યું હતું કે, આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે માતુશ્રી ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર તેમજ ઈન્દુભાઈ વોરા સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા અઢાર ભાગ્યશાળી રકતદાતાને 39 ’ ટીવી , 32 ’ ’ ટીવી , પચાસ લીટર નું ફીજ , 2 સોનાની ગીની , 10 ચાંદીની ગીની , તથા 3 સ્માર્ટ વોચ આપવામાં આવશે જે મેહુલ ટેલીકોમ ( વાંકાનેર વાળા ) નો સહયોગ સાંપડયો છે . વિનયભાઈ જસાણી શ્રીમદ્ાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટનો પણ વિશેષ સેવા સહયોગ મળેલ છે .
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ફેડરેશનના પ્રમુખ, અમીષભાઇ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઇ ચોકસી, ઉપપ્રમુખ બકુલેશભાઇ વીરાણી, મનીષભાઇ દોશી, પી.આર.ઓ. મનીષભાઇ શાહ પૂર્વ પ્રમુખ સુરેશભાઇ કોઠારી હરેશભાઇ વોરા , આઇ.ડી. નીલેશભાઇ કામદાર , આશ્રય કમિટી ના ચેરમેન ઉપેનભાઇ મોદી, સૌરાષ્ટ્ર રીઝીયન ચેરમેન કાર્તીકભાઇ શાહ, ઇલેકટ ચેરમેન સેજલભાઇ કોઠારી, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, નીલેશભાઇ કોઠારી, ઝોન કો . ઓર્ડીનેટર રાજેશભાઇ મોદી , સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની ક્ધવીનર સેજલબેન દોશી , સૌરાષ્ટ્ર રીઝીયન પી.આર.ઓ. મીરાબેન દોશી , સેવા સપ્તાહ સમાપન સમારોહ પ્રોજેકટ ચેરમેન મેહુલભાઇ દામાણી, પ્રોજેકટ કો . ચેરમેન નિલેશભાઇ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીઝીયન કમિટી ચેરમેનઓ, ડો.પ્રદિપભાઈ ડવ -મેયર રાજકોટ મહાનગર, ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષભાઇ મહેતા સહીતના ઉપસ્થિત રહેશે .
આ મહા રક્તદાન શિબિરમાં વધુમાં વધુ રક્તદાન કરે તે માટે રાજકોટનાં તમામ જૈન સોશ્યલ ગ્રુપનાં હોદેદારો સતત કાર્યશીલ છે અને આવનાર રક્તદાતાને સરળતા રહે તેવી સુંદર વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઈ રહયો છે . આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ સંસ્થા કાર્યરત બની છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ, એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે . નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સિર્નજી હોસ્પિટલ સહયોગથી નામાંકિત તબીબોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે , આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક , રેડક્રોસ બ્લડ બેન્ક તથા ફિલ્ડમાર્શલ બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ચેતનભાઇ પંચમીયા, જીતુ પંચમીયા, બકુલેશભાઇ, ઉદયભાઇ ગાંધી, જીજ્ઞેશભાઇ બોરડીયા, દિપ્તીબેન ગાંધી, વર્ષાબેન મહેતા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.