એવીપીટી કોલેજના આંગણે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉત્સાહભેર રકતદાન કય

શહેરના એવીપીટી કોલેજના આંગણે જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં એવીપીટી કોલેજ, ડી.એચ. કોલેજ, કોટક સાયન્સ કોલેજ, લો કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ૮ દિવસીય સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.તેમના સૌરાષ્ટ્રમાંથી ૧૦,૦૦૦ યુનિટ રકત એકત્રીક કરવાનો ટાર્ગેટ છે. આ રકતદાન કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમીયાના બાળકોને રકતની થતી ઉણપ પુરી કરવાનો હતો આ કાર્યક્રમમાં સીવીલ હોસ્પિટલ તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેંક ને રકત આપવામાં આવ્યું હતુ સાથે જ રાજકોટમાંથી ૧૧૫૪ બોટલ બ્લડ એકત્રી કરવાનો ટાર્ગેટ છે. સાથે જ વિદ્યાર્થીઓમાં ૧૫મી ઓગષ્ટને લઈને રાષ્ટ્રભાવનાથી રકતદાન કરી દેશની સેવા કરવાના ભાવ સાથે આ કેમ્પમાં જોડાયા હતા.

‘રકતદાન શા માટે જરૂર અને શુ ફાયદો’ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું: અશ્વીનભાઈ પુંજાણી

vlcsnap 2019 08 14 11h44m04s36

ડી.એચ. કોલેજના પ્રોફેસર અશ્ર્વીનભાઈ પુંજાણી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે એવીપીટીના આંગણે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમા તેમની કોલેજ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. પંડયાના આયોજનમાં કેમ્પસની ૪ કોલેજનો સમાવેશ કરેલ છે.તે બદલ તેમનો આભાર વ્યકત કરે છે. રકતદાનથી શુ ફાયદો અને રકતદાન કરી લોકોને કેવી રીતે ઉપયોગી થવાય છે તે વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ સીવીલ હોસ્પિટલ અને ફિલ્ડ માર્શલ આ બે બ્લડ બેંકો અહી હાજર છે. ખાસ સીવીલમાં થેસેમીયા કે અન્ય જગ્યાએ રકતની અછત ન રહે તે માટે આ કેમ્પ ઉપયોગી રહેશે સાથેની જૈન સોશ્યલ ગ્રુપ પણ આમા સહભાગી બની ખૂબજ સારો સપોર્ટ આપ્યો છે. ડોનર ને ૧ લાખની પોલીસી આપે છે. સાથે જ ગીફટ અને સર્ટીફીક્રેટ આપેલ છે. ડી.એચ. કોલેજના ૧૦૦ ઉપરનાં વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે. વિદ્યાર્થી સાથે શિક્ષકો પણ આમાં જોડાયા છે.

વિદ્યાર્થીઓમા બ્લડ ડોનેટ થકી દેશ પ્રત્યે સેવા ભાવના જગાડાઈ: ડો. જીજ્ઞેશ ઉપાધ્યાય

vlcsnap 2019 08 14 11h43m29s200

ડીએચ કોલેજના ડો. જીજ્ઞેશભાઈ ઉપાધ્યાયએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રકતદાન કાર્યક્રમ યોજવામાં આવેલ છે તેની ખાસ બાબત છે કે ૧૫ ઓગષ્ટના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ છે આપણા દેશમાં જે સાંપ્રત પરિસ્થિતિ છે. તેને બરાબર ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને સરહદ ઉપર આપણા જવાનો હોય તે પોતાના સર્મપણ ભાવથી દેશની સેવા કરતા હોય છે. તેથી વિદ્યાર્થીઓને એવી ભાવના જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે તેમને બ્લડ ડોનેટ કરી દેશની સેવા પ્રત્યેની ભાવના જગાડેલ છે.

થેલેસેમીક બાળકોને રકત મળી રહે તે કેમ્પનો મુખ્ય ઉદેશ્ય: મનિષ દોશી

vlcsnap 2019 08 14 11h43m48s142

સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન મનીષભાઈ દોશીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રકતદાન કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમીયાના બાળકોને જે રકતની તકલીફ પડતી હોય છે. પૂરતા પ્રમાણમાં મળતુ નથી તેને અંતર્ગત તેમના ગ્રુપ દ્વારા એક ભગીરથ કાર્યક્રમ કરવામાં આવેલ છે. થેલેસેમીયાની જાગૃતતા માટે લોકો એ મોટાપાયે રકતદાન કેમ્પ કરી બાળકોની જે રકતની જરૂર છે થેલેસેમીયાના બાળકોની રકતએ ભોજન ગણાય છે તે પૂરતુ પ્રમાણમાં મળી રહે તેવી જાગૃતતા લાવી જરૂરી છે. ૪૦માં ફેડરેશન દિવસ નિમિતે ૮ દિવસનું સેવા સપ્તાહ છે. પૂરા સૌરાષ્ટ્રનું ૪૯ ગ્રુપો છે તેમાં થેલેસેમીયા ને અંતર્ગત ૧૦,૦૦૦થી વધુ તેમના મેમ્બરો ભાગ લઈ રહ્યા છે સૌરાષ્ટ્ર આખા ૧૦,૦૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્રીત થાય રાજકોટનાં પાંચ દિવસના આવા કેમ્પનું આયોજન કરેલ છે. રાજકોટમાં ૧૧૫૪ બ્લડની બોટલ એકત્રીત કરવાનો ટાર્ગેટ છે. કોલેજના યંગ જનરેશનને રકતદાન કરતા જોઈને તેમની છાતી ગજગજ ફુલાય છે. જો આ રીતના યંગ જનરેશન રકતદાન કરે તો સમાજને ફકત મોજ મજા જ નહી પણ સમાજ માટેનું સારૂ અનુકરણનું ઉદાહરણ પૂરૂ પાડે છે. તથા તેમના ગ્રુપના તમામને સભ્યો ખૂબજ અભારી છે.

દરેક રકતદાતાઓને ૧ લાખનો અકસ્માત વિમો અપાયો: ડો. એ.એસ. પંડયા

vlcsnap 2019 08 14 11h42m47s48

એ.વી.પી.ટી. કોલેજના પ્રિન્સીપાલ ડો. એ.એસ. પંડયા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલ પરિષદની ૪ સરકારી સંસ્થાઓ કોટક સાયન્સ કોલેજ, ડી.એચ. કોલેજ, લો કોલેજ, એવીપીટીઆઈ સાથે મળી રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ રકતદાન શિબિરમાં માજી સૈનિક એસો., જૈન સોશ્યલ ગ્રુપ, એલીટ શ્રીમદ રાજચંદ્ર ગ્રુપ, તથા અનેક ગ્રુપો સાથે જોડાયેલ છે. રાજકોટની રાષ્ટ્રપ્રેમી જનતા પણ આમાં જોડાયેલ છે. આ શિબિરની વિશેષતા છે કે દરેક રકતદાતાને ૧ લાખ રૂપીયાનો અકસ્માત વિમો જેએસજી ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે. આ ઉપરાંત ગીફટ પણ આપવામાં આવે છે. માજી સૈનિકોનું પણ સન્માન સમારોહ છે તેના પોલીસ કમિશ્નર, કલેકટર, મેયર, બધા ખાસ ઉપસ્થિત રહેવાના છે. બીજી ખાસીયત છે કે મોદી સરકાર દ્વારા કાશ્મીરમાં ૩૫ એ અને ૩૭૦ કલમ જે હટાવવામાં આવી છે તેની રાષ્ટ્રભાવનાની ઉર્મીઓ પોતાના રકતદાન કરી ઉજવે છે. આ આખી નામાવલી કલેકટરને આપવાના છે અને અભિવાદન પત્ર મોદી સાહેબને કલેકટર મારફતે આપવાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.