પ્રસંગ ફૂડ પ્રોડકટ અને કોરોવા મિલ્ક પ્રોડકટ દ્વારા કરાયેલું આયોજન
લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે આજે ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે અમૃત સાગર પાર્ટી પ્લોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તકે જયેશભાઈ રાદડીયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ આયોજન પ્રસંગ ફૂડ પ્રોડકટ અને કોરોવા મિલ્ક પ્રોડકટ દ્વારા કરાયું હતું.
સેવાભાવિ વ્યક્તિને સેવાકીય કાર્ય દ્વારા શ્રધ્ધાંજલી: ભાવેશભાઈ ધાનાણી
ભાવેશભાઈ ધાનાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિઠ્ઠલભાઈ એવું નામ છે કે, જેમને સમાજના ઉત્થાન માટે અનેક પ્રયત્નો કર્યા છે. નાથદ્વારા, હરિદ્વાર વગેરે જગ્યાઓએ સમાજ માટેના ભવનો તૈયાર કર્યા છે. ઉપરાંત ખેડૂતોની મદદ માટે પણ તેવો હંમેશા તત્પર રહી દરેક સમસ્યાનું નિવારણ આપતા તેથી તેમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે જયેશભાઈ રાદડીયાની પ્રેરણાથી તેમને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.
સેવાકીય અને સામાજીક પ્રવૃતિમાં વિઠ્ઠલભાઈ હંમેશા મોખરે રહેતા: ડી.કે.સખીયા
જિલ્લા ભાજપ પ્રમુખ તથા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન ડી.કે.સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા ભગીરથ સેવાના રૂપે પંદરથી વીશ જગ્યાઓએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
કર્યા છે. તે બદલ વિઠ્ઠલભાઈ રાદડીયાને કોટી કોટી વંદન સાથે જયેશભાઈ રાદડીયાને પણ ખુબ ખુબ અભિનંદન વિઠ્ઠલભાઈ હરહંમેશ સેવાકિય પ્રવૃતિમાં મોખરે રહ્યાં છે. ઉપરાંત સમાજના પ્રશ્ર્નોના પણ નિરાકરણથી માંડી સમાજ ઉપયોગી સેવાકિય સંસ્થા અને ભવનો ઉભા કર્યા છે. સમાજના ઘરેણા એવા વિઠ્ઠલભાઈને હું કોટી કોટી વંદન કરૂ છું.