તાલુકાના રાજકીય અગ્રણીઓ, સહકારી મંડળીના કર્મીઓ, રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિ
વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે આજરોજ પડધરી તાલુકા માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ પડધરી તાલુકાના ખામટા ગામે આવેલ શ્રીમતી એમ.જે.માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંકુલમાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એક હજારથી પણ વધારે બ્લડ બોટલો એકત્ર થવાની શકયતા છે. પડધરી તાલુકાના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી મંડળી ના કર્મચારીઓ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બધી જ પ્રકારની તકેદારીઓ પણ રાખવામાં આવી છે. રક્ત આપી દીધા બાદ રક્તદાતાઓ માટે ચા-પાણી નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ અને સાવલિયા આંખની હોસ્પિટલ – રાજકોટ દ્વારા તમામ રક્તદાતાઓને એક કી-ચેઇન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.