અંદાજે ૫૬૨ બોટલ રક્ત એકત્ર થયું
સેલવાસ સ્થિત ટાઉન હોલમાં મેગા રકતદાન કેમ્પ યોજાયો હતો. ઉતર ભારતીય સમજ, ઓલઇન્ડીયા પીપલ્સ એસોસિએશન, લાયંસ કલબ સેલવાસ, સરીગામ અને ભીલાડના તત્વાવધાનમા આ રકતદાન શિબીર યોજાઇ હતી. સવારે ૮ થી સાંજે પ વાગ્યા સુધી ચાલેલી આ શીબીર દરમ્યાન અંદાજે ૫૬૨ યુનિટ રકત એકત્ર થયું હતું શીબીરની શરુઆત સવારે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ નગરપાલિકાના સીઓ મોહિત મિશ્રા, દમણ દીવ દાદરા નગર હવેલીના સ્વાસ્થ્ય નિદેશન ડો. વી.કે.કે દાસ સહીત અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
શિબિરમાં ઇન્ડિયન રેડકોષ સોસાયટી સેલવાસનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. શિબિરમાં સીઓ મોહિત મિશ્રાએ રકતદાન કરી રકતદાતાઓનો જુસ્સો વધાર્યો હતો. પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહીલાઓએ પણ રકતદાન કર્યુ હતું. તે ઉપરાંત લગભગ રપ લોકોએ અંગદાન માટે ફોર્મ ભયુૃ હતું. આ ઉપરાંત અહી એક સ્ટોલ પણ ઉભો કરાયો હતો. ત્યાં લોકોને લાવવા-લઇ જવા માટે વ્યવસ્થા કરાઇ હતી.
શીબીર દરમ્યાન ટાઉન હોલમાં સવારથી સાંજ સુધી લોકોની ભીડ જામી હતી. આ તકે રકતદાતાઓને પ્રમાણપત્ર અપાયું હતું. કેમ્પમાં ઉતર ભારતીય સમાજના અગ્રણીઓ, મોહિત મિશ્રા, ડો. વી.કે. દાસ, લાયંસ કલબના પ્રમુખ પિન્કી ખીમનાની, સચિવ સંજીવ કેસરવાની, અતુલ શાહ, અનિલ દિક્ષીત, નાગેન્દ્ર સિંહ, આર.પી. સિંહ, સહીત સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના લોકો તથા રકતદાતાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.