પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આયોજન
૭૧૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક: મોટી સંખ્યામાં અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો તેમજ સામાન્ય નાગરિકોએ કર્યું રક્તદાન
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અતર્ંગત શહેરના ૧૦ સ્ળોએ આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો તેમજ સામાન્ય નાગરિકોએ કર્યું રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૭૧૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસઆરપી કેમ્પ-મવડી, આત્મીય યુનિવર્સિટી, આર.કે.યુનિવર્સિટી, લાભુભાઈ એન્જીનીયરીંગ કોલેજ, પોલીસ હેડ કવાર્ટર, બીઆરસી ભવન કોઠારીયા, સૌ.યુનિ., એસપીજી બાપાસીતારામ ચોક-મવડી, લાઈફ બ્લડ સેન્ટર-રેસકોર્સ અને રેલવે હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. જેમાં રેલવે હોસ્પિટલ ખાતે આયોજીત રક્તદાન કેમ્પમાં સેવાભાવી કર્મચારી રાજેશ વી.મહેતાએ ૬૭મી વખત રક્તદાન કરી સેવા કાર્યમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું.