સોરઠીયા પરિવારનો વંડો, મવડી ગામ ખાતે આયોજન: શાસ્ત્રી માધવપ્રિયદાસજીના હસ્તે દિપ પ્રાગટય: એકત્રીત રકત થેલેસેમીયાગ્રસ્ત બાળકોને અપાશે: નિદાન કેમ્પમાં બાળકોના નિષ્ણાંત ડો. જીગર પટેલની સેવા આપશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની બારમી પુણ્યતિથિ નીમીતે મહારકતદાન કેમ્પ તથા પર્લ વુમન્સ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું મેગા આયોજન કરાયું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા જયેશભાઇ સોરઠીયા, જસમતભાઇ સોરઠીયા, સંદીપભાઇ સોરઠીયા, ભરતભાઇ હજારે, શૈલેષભાઇ રૂપારેલીયા વગેરે અગ્રણીઓએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ર૦૦૦ થી રર૦૦ જેટલી બોટલ રકત એકત્રીત થવાનો અંદાજ છે.
તેમજ પર્લ વુમન્સ હોસ્પિટલના સહયોગથી આયોજીત સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પનો પણ મવડી આજુબાજુ ગામના બહોળી સંખ્યામાં લોકો લાભલેશે.
બ્લડ ડોનેશન કેમ્પ આગામી તા. ર-૧ ને બુધવારના રોજ બાપા સીતારામ ચોક, સોરઠીયા પરિવારનો વંડો, મવડી ગામ રાજકોટ ખાતે યોજાશે. કેમ્પનું ઉદધાટન પ.પૂ. સદગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી ગુરુકુળ- અમદાવાદ)ના હસ્તે સવારે ૧૦.૦૦ કલાકે થશે. આ મહા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓને જોડાવા સોરઠીયા પરિવારે અનુરોધ કર્યો છે.
આ ઉપરાંત સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ડો. જીગર પટેલ (બાળકોના નિષ્ણાંત) તથા બાળકોના લોહી કેન્સરના નિષ્ણાંતની તેમજ વિવિધ રોગના અનુભવી ડોકટર્સની સેવા મળશે.
આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા રકતદાન, નિદાન કેમ્પ ઉપરાંત સમુહલગ્ન, ગૌશાળામાં ગાયોનું જતન વગેરે જેવા સામાજીક સેવાકીય કાર્યો વર્ષ દરમ્યાન યોજવામાં આવે છે.