જૈન સોશ્યલ ગુ્રપ્સ ઇન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે. જેમા દેશ-વિદેશમાં પોતાના 450 ગ્રુપ્સ અને 70000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશન આગામી તા. 1પ ઓગષ્ટથી તા. રર ઓગષ્ટ દરમ્યાન સંવેદનના સપ્તાહ તરીકે ઉજવણી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા સપ્તાહ અંતર્ગતમાં સામાજીક ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યું છે. જેના ભાગરુપે સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રાયોજીત કાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નંદવાણા બ્રાહ્મણ બોડીંગ 2/5 જાગનાથ પ્લોટ ખાતે કરવામાં આવેલ છે.
રકતદાતાઓને આકર્ષક ગીફટ, અકસ્માત વીમો પોલીસી અને સટીર્ફીકેટ અપાશે: લકકી
ડ્રોના નવ ભાગ્યશાળી રકતદાતાઓને 4 સોનાની અને પ ચાંદીની ગીની અપાશે
કેમ્પમાં ચક્ષુદાનનાં સંકલ્પ પત્રો પણ ભરાવાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિભાબેન હિતેશભાઇ મહેતાના સ્મરણાર્થે ગુલાબબેન અનીલભાઇ મહેતા પરિવાર તેમજ ઇન્દુભાઇ વોરા સહયોગી દાતા તેમજ લકકી ડ્રો દ્વારા નવ ભાગ્યશાળી રકતદાતાને 4 સોનાની અને પ ચાંદીની ગીની આપવામાં આવશે. જે.જે.એસ.જી. સંગીની ક્ધવીનર સેજલબેન મનીષભાઇ દોશી તથા સોનમ કવાર્ટઝવાળા જયેશભાઇ શાહ તરફથી વોલ કલોકનો સહયોગ સાંપડયો છે. વિનયભાઇ જસાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટનો પણ વિશેષ સેવા સહયોગ મળશે છે. રાજકોટ નાગરીક બેંક તરફથી પણ સહયોગ સાંપડેલ છે.
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનના સંવેદના સપ્તાહ અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ રવિવારના રોજ સવારે 8 થી બપોરે ર દરમ્યાન નંદવાણા બ્રાહ્મણ બોડીંગ, 2/5 જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઇન, વેસ્ટ મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ યુવા, સેન્ટ્રલ, જૈન જાગૃતિ સેન્ટર, િેદગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન સંગીની એલીટનો સહકાર સાંપડયો છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ડો. પ્રદીપભાઇ ડવ મેયર, ડો. દર્શિતાબેન શાહ ડે. મેયર, મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્નર, મનોહરસિંહ જાડેજા ડી.સી.પી. , હરેશભાઇ વોરા પૂર્વ પ્રમુખ, જીતુભાઇ કોઠારી મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, રાજુભાઇ બાટવીયા, જીતુભાઇ બેનાણી, શૈલેષભાઇ માંઉ, ઇન્દુભાઇ વોરા, નીતેશભાઇ કામદાર, અનીષભાઇ વાઘર, જેશભાઇ શાહ, સોનમ કર્વાટઝ, સતીષભાઇ મહેતા ‘અબતક’, કરણભાઇ શાહ સાંજસમાચાર, ભાવનાબેન દોશી, અમીષભાઇ દેસાઇ, તપસ્વી ઇન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઇ સંઘાણી, ડો. દિપકભાઇ મહેતા, મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી જયોતિન્દ્રભાઇ મહેતા ઉ5સ્થિત રહેશે.
સ્વ. મુકુંદભાઇ તારાચંદ દોશીની પ્રથમ પુણ્યતિથિ નીમીતે 1008 ચક્ષુદાન સંકલ્પ પત્ર ડીઝીટલ પ્લેટફોર્મના માઘ્યમથી ભરવામાં આવનાર છે. તેમજ શિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સિર્નજી હોસ્પિટલ સહયોગથી નામાંકિત તબીબોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક તથા રેડક્રોસ બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જેએસજીઆઇએફ ઇન્ટરનેશનલ ડાયરેકટર નિલેશભાઇ કામદાર, રીજીયન વાઇસ ચેરમેન સેજલભાઇ કોઠારી, રીજીયન સેક્રેટરી નીલેશભાઇ કોઠારી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટના પ્રમુખ ઉદયભાઇ ગાંધી, એલીટ સેક્રેટરી બકુલેશભાઇ મહેતા, તથા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રોજેકટ ચેરમેન ચેતનભાઇ પંચમીયા, કો. પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, મેડીકલ કમીટી ચેરમેન ચેતનભાઇ કામદાર , સંકલન કમીટીના ઉપેન મોદી, મેહુલ દામાણી, તેમજ પ્રોજેકટ કમીટીના પરાગ મહેતા, રૂષભ શેઠ, અભય દોશી, ધવલ શાહ, નિપેશ દેસાઇ, જીતુ પંચમીયા, જતીન શેઠ, આકાશ શાહ, કરણ શેઠ સહીતના લોકો જહેમત ઉઠાવી રહ્યાં છે.