અમરેલી મહાસંમેલન બાબતે રાજકોટના શ્યામમંદિર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જ્ઞાતિના પ્રમુખ ઉધોગપતિ અને સતાધારની જગ્યાના સેવક ઉર્વીબેન તથા ભરતભાઈ ટાંકની હાજરી આપી મહાસંમેલન વિશે ચર્ચા કરી હતી. આ મહાસંમેલનમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ યોજાશે. આ મહાસંમેલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગને સફળ બનાવવા શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ચંદુભાઈ તથા વોર્ડ નં.૧૩ના બીજેપી પ્રભારી હાર્દિક ટાંક તેમજ અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તા.૨૩/૧૨/૨૦૧૮ના રોજ યોજાનાર મહાસંમેલનમાં સર્વે જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.
Trending
- મોરબી : માળીયા હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…
- એજ્યુકેશન લોનના કેટલા પ્રકાર હોય છે? જાણો ફાયદા અને અરજી કરવાની રીત
- આ વેકેશનમાં તમારા બાળકોને કઈ સ્કીલ શીખવવી જરૂરી ??
- દ્વારકા: ‘પિંડારા’ પ્રાચીન ભૂમિની ચૈત્ર માસમાં પિતૃતર્પણ માટે સૌથી વધુ પસંદગી
- સમી-રાધનપુર હાઈ-વે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત
- ભારતમાં સમર વેકેશનમાં પરિવાર સાથે ફરવા માટે ટોચના 5 સ્થળો…
- ભાવનગર એરપોર્ટ પર આંતકવાદી હુમલો કમાન્ડોએ ત્રણ બંધકોને કરાવ્યા મુકત
- એવા દેશો જ્યાં છૂટાછેડાના કેસ નહિવત;ભારતનું નામ યાદીમાં કેટલામા ક્રમે ?