સોચી શહેરમાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે કરશે મુલાકાત

ઈન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન બાદ હવે રશિયાની પણ એસસીઓ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે

તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ સી.જિનપિંગ સાથે વુહાન ખાતે મુલાકાત કર્યા બાદ હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જવા તૈયાર છે. જયાં તેઓ અનૌપચારિક શિખર વાર્તામાં ભાગ લેશે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક મુલાકાત કરશે.

જણાવી દઈએ કે, ૨૧મેના રોજ એટલે કે સોમવારે પીએમ મોદી રશિયા જવા રવાના થશે. રશિયાના સોચી શહેરમાં યોજાનાર અનૌપચારિક શિખર વાર્તામાં ભાગ લેશે. ગઈકાલે ઓચિંતી જાહેરાત થઈ હતી કે, ૨૧મેએ પીએમ રશિયાની મુલાકાતે જશે. બંને દેશના નેતાઓ મળશે અને આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચા કરશે.

આ ઉપરાંત આગામી જુનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એસસીઓ સમીટમાં ભાગ લેવા જશે તેવી શકયતા છે. તેમજ આગામી થોડા માસમાં યોજાનારી ઈન્ડિયા-રશિયાની વાર્ષિક સમીટમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન ભારત આવશે.

વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, સિંગાપોર અને ચીનની એસસીઓ સમીટમાં તાજેતરમાં જ ભાગ લઈ ભારત પરત ફર્યા છે ત્યારે હવે ફરી વડાપ્રધાન રશિયા ૨૧મેના રોજ જશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.