માતોશ્રી ખાતે બન્ને રાજકીય ધુરંધરો વચ્ચે બે કલાક લાંબી મુલાકાત: બેઠક બાદ અનેક તર્ક-વિતર્ક
ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને શિવસેનાના પ્રેસીડેન્ટ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઈકાલે મહત્વની મુલાકાત થઈ હતી. ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્તિ બંગલે આ બેઠક મળી હતી. બન્ને પક્ષો વચ્ચે લાંબા સમયી હુંસાતુસી ચાલુ હોવાના કારણે આ મુલાકાતને નિર્ણાયક માનવામાં આવે છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ પ્રમુખ અમિત શાહ શિવસેનાના સુપ્રીમો ઠાકરેને મળ્યા હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
બન્ને રાજકીય નેતાઓ વચ્ચે બે કલાકની મેરોથોન બેઠક થઈ હતી. વન ટુ વન ચર્ચા બાદ બન્નેમાંથી એકપણ નેતાએ મિડીયા પ્રતિનિધિઓને સંબોધ્યા નહોતા. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તા આદિત્ય ઠાકરે પણ જોડાયા હતા. સંપર્ક ફોર સર્મન અભિયાન હેઠળ અમિત શાહ મુંબઈનો પ્રવાસ ખેડી રહ્યાં છે જે દરમિયાન તેમણે સર્મન માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સુત્રોમાંથી મળતી વિગતોનુસાર પાલઘર લોકસભાની પેટા ચૂંટણીમાં શિવસેના અને ભાજપ વચ્ચેની ટકરાર બાદ માતોશ્રી ખાતે મળેલી આ બેઠક આગામી સમયમાં હિન્દુત્વનો કઈ પ્રકારે વિકાસ કરવો તે અંગેની હતી. બન્ને પ્રમુખો વચ્ચે હિન્દુત્વને લઈ લાંબી ચર્ચા થઈ હતી. પેટા ચૂંટણીઓમાં ભાજપની પીછેહઠ બાદ રાષ્ટ્રીયસ્તરે સનિક પક્ષોનું વધુને વધુ સર્મન મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. લોકસભામાં ગત વખતની જેમ લીડ જાળવી રાખવા અમિત શાહ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે લાંબા સમયથી ભાજપ સરકારની નીતિઓની ટીકા કરે છે. જેથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક ઈ રહ્યાં છે. જેના પર રોક લગાવવા માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે સો અમિત શાહે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.