શોભાયાત્રા અને ત્રિશુલ દિક્ષા કાર્યક્રમની પૂર્વ તૈયારીનો ધમધમાટ
ભગવાન શ્રીરામના પ્રાગટયને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. રામનવમીની યાત્રામાં જોડાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પ્રતિવર્ષ રામ જન્મ ઉત્સવને ઉજવવા માટે રાજકોટના વિવિધ સંસ્થા મંડળો પોતાનું આયોજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તા.૧૮ થી લઈ તા.૩૧ ચૈત્ર શુકલ પ્રતિપદાથી ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિ સુધી શ્રીરામ જન્મભૂમિ નિર્માણ હેતુ જપ અનુષ્ઠાન કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જે અનુષ્ઠાન કરેલ કાર્યકર્તા તથા હિન્દુ સમાજ હનુમાન જયંતિના દિવસે જપ અનુષ્ઠાન પૂર્ણ કરશે.
તા.૨૫ને ગુરુવારના રોજ યોજાનાર રામનવમી શોભાયાત્રાની પૂર્વ તૈયારી જોરશોરથી આરંભાઈ ગઈ છે. આ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવા અને માર્ગદર્શન પુરુ પાડવાના હેતુથી આવતીકાલે તા.૨૧ને બુધવારના રોજ વિવિધ સંસ્થા મંડળો તથા વિહિપના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન રાત્રે ૯:૩૦ કલાકે, પંચનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું છે તો તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા રામનવમીના દિવસે યાત્રા પ્રસ્થાન પહેલા પૂજય સંતોની હાજરીમાં ત્રિશુલ દીક્ષા આપવાની હોય જે બજરંગદળમાં જોડાવવા ઈચ્છુક હોય તેવા દરેક યુવકોએ ત્રિશૂલ દિક્ષા લેવા માટે નામની નોંધણી કરાવી આપવા અને જે કોઈએ રૂબરૂ નામ નોંધણી કરાવવું હોય તેઓએ આવતીકાલે બુધવારના રોજ પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાત્રે ૯:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમજ પ્રખંડ-વોર્ડવાઈઝ વિહિપના પદાધિકારીનો સંપર્ક કરી ત્રિશુલ દીક્ષા માટે નામ નોંધણી કરવા માટે વિવેકાનંદ પ્રખંડ કલ્પેશભાઈ રાવલ, મારૂતિ પ્રખંડ અનિરુઘ્ધસિંહ ચાવડા, વાલ્મીકી પ્રખંડ અમિતભાઈ કોટક/ વિનોદભાઈ વૈદ્ય, વેલનાથ પ્રખંડ કમલેશભાઈ ગમારા, સુશીલભાઈ પાંભર, રણછોડ પ્રખંડ સંદિપભાઈ આસોદરીયા, વિશ્વકર્મા પ્રખંડ વનરાજભાઈ ચાવડા, વર્ધમાન પ્રખંડ મનોજભાઈ કદમ, દિનેશભાઈ પંજવાણી, અક્ષર પ્રખંડ ધ્રુવભાઈ કુંડલ, નટરાજ પ્રખંડ જયેશભાઈ વૈદ્ય, સરદાર પ્રખંડ મહાવીરસિંહ જાડેજા, ગોકુળ પ્રખંડ દિપકભાઈ ગમઠા/ રશ્મીતભાઈ પટેલ, વૃંદાવન પ્રખંડ રીશીતભાઈ શીંગાળા, કૃષ્ણ પ્રખંડ વિરલ વડગામા/ હાર્દિક વાઘેલા, નંદ પ્રખંડ વિમલભાઈ બગડાઈ/ આનંદભાઈ રાધનપુરા, આંબેડકર પ્રખંડ મનીષભાઈ મિયાત્રા, પ્રશાંતભાઈ બુઢીયા, નિલકંઠ પ્રખંડ પંકજભાઈ બકુત્રા, ઉદય ખાટરીયા, શીવાજી પ્રખંડ રામભાઈ શાંખલા, મહારાણા પ્રખંડ ચંદ્રસિંહ ડોડીયા, અનિલભાઈ કમાણી, અંકિત વેકરીયા સહિતઓનો સંપર્ક કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,